Winter/ રાજ્યમાં દિવસે ગરમી રાત્રે ઠંડી જેવો માહોલ, 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ લોકોને ભલે લાગી રહ્યુ હોય કે ઓછુ થયુ છે પરંતુ આજે પણ ઠંડીએ તેનો ચમકારો બતાવી દીધો છે. જી હા, રાજ્યમાં આજે પણ ઠંડીએ વિદાઇ લીધી નથી. 

Gujarat Others
PICTURE 4 200 રાજ્યમાં દિવસે ગરમી રાત્રે ઠંડી જેવો માહોલ, 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર
  • રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર
  • અમદાવાદમાં લઘુત્તમ 16.0 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • રાજકોટમાં લઘુત્તમ 16.2 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન
  • ફેબ્રુઆરીનાં અંત સુધીમાં વિદાય લેશે ઠંડી

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ લોકોને ભલે લાગી રહ્યુ હોય કે ઓછુ થયુ છે પરંતુ આજે પણ ઠંડીએ તેનો ચમકારો બતાવી દીધો છે. જી હા, રાજ્યમાં આજે પણ ઠંડીએ વિદાઇ લીધી નથી.

રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ સૌથી ઠંડુગાર રહ્યુ છે. વળી જો ચાર મહાનગરોની વાત કરીએ તો અહી મહદ અંશે ઠંડીનું પ્રમાણ ઓછુ થયુ છે. અમદાવાદની જો વાત કરીએ તો અહી લઘુત્તમ 16.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વળી વડોદારામાંં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી 14.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સમયમાં ઠંડીનો નવો અને હળવો રાઉન્ડ આવવાની વચ્ચે આજે ગરમીનાં દિવસો સામાન્ય ઠંડી સાથે ચાલુ થઇ રહ્યા હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમામ સ્થળે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઉપર નોંધાયું હતું.

ખાસ કરીને આજે નલિયા રાજયભરમાં 10 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર જોવા મળ્યું હતું. તો કેશોદ, પોરબંદર, કંડલા, દિવ, સહિતના સ્થળે લધુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જ્યારે અન્યત્ર લધુત્તમ તપામાન 15 થી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સાથો સાથ મહત્તમ તાપમાન રાજ્યભરનાં તમામ શહેરોમાં 30 ડિગ્રી ઉપર નોંધાતા દિવસે લોકોને સામાન્ય ગરમીનો અનુભવ જોવા મળતો હતો.

Election: શું કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM મારશે બાજી?

Gujarat: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં FIRE સેફ્ટીનાં અભાવે 8 જેટલા જિમને કરાયા સીલ

Cricket: મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ, જાણો ક્યારે મળશે ટીકીટ અને શું છે તેનો ભાવ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ