સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી છે. 21 તારીખે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે તમામ મહાનગરપાલિકાની અંદર ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. તેમાં ભાજપ-કોંગ્રેસ તમામ ઉમેદવારો કેવી રીતે પોતાના વિસ્તારમાં જનતાને તેમને મત આપવા માટે તૈયાર કરવા તે બાબતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદ મહાનગરપાલિકામાં આ વર્ષે ભાજપ દ્વારા તમામ નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસે પણ આ વર્ષે પહેલા નામ જાહેર કરીને સિલસિલો બદલ્યો હતો. ત્યારે આ વર્ષે ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે નવી પાર્ટીનું જોર લાગી રહ્યું છે. જેમા AIMIM નાં 21 ઉમેદવારો જીતની આશા રાખી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રેસિડન્ટ સાબિર કાબલીવાળાનાં જુહાપુરા ખાતે જાહેર સભાનાં આયોજન દરમિયાન ચોક્કસ જીતનો એક ઉત્સાહ બતાવ્યો છે. ઉપરાંત કોંગ્રેસ અને ભાજપનાં ઉમેદવારોને ચેતવ્યા પણ હતા કે આ વખતે તે બન્ને પાર્ટીનું કશું ચાલશે નહીં. ત્યારે 21 તારીખે મતદારોનાં મિજાજ પરથી માલુમ પડશે કે કોણ આ જીત મેળવે છે.
Gujarat: રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં FIRE સેફ્ટીનાં અભાવે 8 જેટલા જિમને કરાયા સીલ
Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 4 પટેલ પાવરની ગેરહાજરીથી કોંગ્રેસ દિશાવિહીન
Election: બોડેલી-નસવાડીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને ટીકીટ ન મળતા અપક્ષમાં નોંધાવી ઉમેદવારી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
