Cricket/ મોટેરામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે ત્રીજી ટેસ્ટ મેચ, જાણો ક્યારે મળશે ટીકીટ અને શું છે તેનો ભાવ

ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડને પોતાની જમીન પર હરાવવાની તૈયારી કરી રહ્યુ છે.

Ahmedabad Gujarat
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં 24મી ફેબ્રુઆરીએ ટેસ્ટ મેચ
  • આવતીકાલથી બુકમાય શો પરથી શરૂ થશે વેચાણ
  • ડે-નાઇટ ટેસ્ટ મેચની ટિકિટોનું આવતીકાલથી વેચાણ
  • મેદાનના 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ
  • ટેસ્ટ મેચમાં 300થી 2500 સુધીની ટિકિટોનું વેચાણ
  • નવનિર્મિત મોટેરામાં પહેલીવાર રમાશે. આં.રા. મેચ
  • 1 માર્ચથી ટી-20 મેચોની ટિકિટોનું શરૂ થશે વેચાણ
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરામાં રમાશે પાંચ ટી-20 મેચ
  • રૂ. 300, 400, 450, 500, 1000 અને 2500 ટિકિટોનો ભાવ

ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડને પોતાની જમીન પર હરાવવાની તૈયારી કરી રહ્યુ છે. જો કે ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેેસ્ટ મેચમાં હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો પરંતુ આગળની મેચોમાં તે આ હારનો વળતો જવાબ આપશે તેવી પૂરી સંભાવનાઓ છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 મી ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ મેચ રમાવવાની છે. જેની ટીકીટને લઇને હવે એક મોટા સમાચાર સામે આવી રહી છે.

નવનિર્મિત સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ

આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 મી ફેબ્રુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે, જેને લઇને આવતીકાલ એટલે કે રવિવારથી BookmyShow પરથી ટીકીટનું વેચાણ શરૂ થઇ જશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે મેદાનમાં 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ મળશે. વળી જો ટીકીટનાં દરની વાત કરીએ તો તે 300 થી 2500 સુધીની રહેશે. નવનિર્મિત મોટેરામાં આ પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. વળી ત્યારબાદ 1 માર્ચથી ટી-20 મેચોની ટીકીટોનું વેચાણ શરૂ થશે. અમદાવાદીઓ માટે આનંદની વાત એ છે કે, મોટેરા સ્ટેડિયમમાં આ વખતે 5 ટી-20 મેચનું આયોજન કરવામા આવ્યુ છે.

જાણો શું છે ટીકીટનો દર

નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં આ પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. જ્યા 50 ટકા કેપેસિટી સાથે દર્શકોને પ્રવેશ મળશે. વળી જો ટીકીટનાં દરની વાત કરીએ તો અહી ટીકીટ, રૂ. 300, 400, 450, 500, 1000 અને 2500 નો ભાવ રહેશે.

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

Cricket / ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ