Not Set/ આ અબજોપતિ સાથે લંચ લેવું ઘણું મોંઘું : એક ટક ભોજનની તક મળે છે રૂ.150 કરોડમાં

છેલ્લા 21 વર્ષથી આયોજિત આ વાર્ષિક કાર્યક્રમમાં અત્યાર સુધીની સૌથી નાની બોલી 25 હજાર ડોલરની છે. કોરોના રોગચાળાને કારણે વર્ષ 2020 અને 2021માં બફેટ પાવર લંચનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

Top Stories Business
બફેટ

વોરન બફેટ  એક પીઢ રોકાણકાર અને વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક છે. તેઓની બીજી ઓળખ  ચેરિટીકર્તા તરીકેની છે. ચેરિટીના હેતુને આગળ વધારવા માટે દર વર્ષે આયોજિત તેમનું વાર્ષિક બફેટ પાવર લંચ હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ વર્ષે બફેટ પાવર લંચમાં છેલ્લી વખત હાજરી આપી રહ્યા છે અને આ છેલ્લી ઈવેન્ટે એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં, એક અજાણ્યા બિડરે બફેટ સાથે લંચ કરવા માટે લગભગ 150 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.

eBay અને ગ્લાઈડ ફાઉન્ડેશને સંયુક્ત રીતે બફેટ પાવર લંચન માટે હરાજીનું આયોજન કર્યું હતું. આ હરાજીમાં પ્રારંભિક બોલી 25 હજાર ડોલર એટલે કે લગભગ 19 લાખ રૂપિયા હતી. 12 જૂનથી શરૂ થયેલી આ હરાજીમાં 17 જૂનના રોજ એક અજાણ્યા બિડરે $19,000,100 અથવા લગભગ 148.34 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સૌથી વધુ બોલી સાબિત થઈ. આટલા વર્ષમાં બફેટ પાવર લંચ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી બિડ છે. આ એક એવો રેકોર્ડ બની ગયો છે જે ક્યારેય તૂટશે નહીં કારણ કે તે મહાન રોકાણકારોનું સત્તાવાર રીતે છેલ્લું પાવર લંચ છે.

છેલ્લા 21 વર્ષથી આયોજિત આ વાર્ષિક કાર્યક્રમમાં અત્યાર સુધીની સૌથી નાની બોલી 25 હજાર ડોલરની છે. કોરોના રોગચાળાને કારણે વર્ષ 2020 અને 2021માં બફેટ પાવર લંચનું આયોજન કરવામાં આવ્યું ન હતું. અગાઉ, જ્યારે છેલ્લી ઇવેન્ટ 2019 માં યોજાઈ હતી, ત્યારે સૌથી મોટી બોલી $ 4.5 મિલિયન એટલે કે લગભગ 35.6 કરોડ રૂપિયા હતી. આ વખતે બિડ અગાઉના રેકોર્ડ કરતાં ચાર ગણી વધારે છે. વર્ષ 2019માં, ક્રિપ્ટોકરન્સીથી અબજોપતિ બનેલા બિઝનેસમેન જસ્ટિન સને સૌથી મોટી બોલી લગાવી હતી.

છેલ્લા 18 વર્ષથી, eBay બફેટ પાવ લંચની હરાજીનું આયોજન કરે છે. eBay CEO જેમી લેનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે: “અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે વોરેન બફેટના અંતિમ પાવર લંચે ઓલ-ટાઇમ હાઈ ફંડ એકત્રીકરણનો રેકોર્ડ તોડ્યો છે. હરાજીમાંથી મળેલી સમગ્ર આવક લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો તરફ જશે. બફેટે આ વિશે કહ્યું, ‘તે કંઈ નથી. હું વિશ્વભરના ઘણા રસપ્રદ લોકોને મળતો રહું છું. મને એક વાત સામાન્ય લાગી કે તેઓ બધાને ખ્યાલ છે કે સારા કામમાં પૈસા ખર્ચવાના છે.

આ પણ વાંચો : ચીનની વુહાન લેબમાંથી જ કોરોના વાયરસ ફેલાયો!WHOના ડાયરેકટરે સ્વીકારી વાત