ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઘાયલ થયાની પોસ્ટે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. આ પોસ્ટમાં વિરાટ કોહલીના ચહેરા પર ઇજાના ગંભીર નિશાન જોવા મળે છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ કોહલીના ફેન્સ ચિંતિત થયા છે કે આખરે કોણે ક્રિકેટરની આવી હાલત કરી. વિરાટના ફેન્સ પૂછવા લાગ્યા છે કે આ ક્યારે બન્યું? જયારે એક ફેન્સ રીતસર ધમકી આપતા પૂછે છે કે અમને તેનું નામ કહો અમે તેની પણ આવી જ હાલત કરીશું. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે.
વાસ્તવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને ભારતના ટોચના ખેલાડી વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં ક્રિકેટરના ચહેરા પર ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા. નાક પર નાની પટ્ટી બાંધેલી દેખાય છે. જ્યારે કપાળ અને ગાલ પર ઈજાના નિશાન છે. આ ઇજાના નિશાન સાથે કોહલી સ્માઈલ કરતા વિજયની નિશાની બતાવતો દેખાય છે. જો કે ફેન્સે આ ફોટો જોઈ ચિંતિત થવાની જરૂર નથી.
https://twitter.com/MufaKohlii/status/1729006735573311700
સોશિયલ મીડિયામાં ભારતના સ્ટાર બેટસમેન વિરાટ કોહલીને ઇજા પંહોચી હોવાનો ફોટો ખૂબ વાયરલ થયો છે. જો કે આ તસવીર જોયા બાદ કોઈને પણ એવું જ લાગે કે વર્લ્ડકપમાં હાર થતા કોઈ ઝૂનની દેશભક્તે તેને આવું નુકસાન પંહોચાડ્યું હોઈ શકે. આ તસવીર વિરાટે પોતે જ શેર કરી છે. ક્રિકેટર ઘાયલ થયો નથી પરંતુ આ તસવીર પ્રચારનો એક ભાગ છે. વિરાટ કોહલીએ આ તસવીર એક ફેમસ કંપની માટે લીધી છે. આ એક જાણીતી કંપની છે. જેની સાથે વિરાટે પાર્ટનરશિપ કરી છે. અને માટે જ પેઇડ પાર્ટનરશિપ માટે વિરાટે ઇજા પામેલ ફોટો પોસ્ટ કર્યો છે.
ક્રિકેટર વિરાટ કોહલીની વાત કરીએ તો કહી શકાય કે તેઓ પોતાના નામને સાર્થક કરી રહ્યા છે. વિરાટ કોહલી હાલમાં ખૂબ સારા ફોર્મમાં છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમનો દેખાવ સારો રહ્યો. વર્લ્ડકપમાં ક્રિકેટર સચિનના રેકોર્ડ તોડવા ઉપરાંત અન્ય રેકોર્ડ પણ નોંધાવ્યા. વર્લ્ડકપમાં તેના સારા પ્રદર્શનને પગલે તેને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપમાં ભારતની હાર છતાં વિરાટની બેટિંગે અને ભારતીય ટીમના પ્રદર્શને તમામ લોકોના દિલ જીતી લીધા.
આ પણ વાંચો : Crime Honey Trap/ રાજકોટમાં હની ટ્રેપમાં ફસાયા પ્રૌઢ, મહિલા સાથે પતિ પણ આ કારસ્તાનમાં સામેલ
આ પણ વાંચો : Opportunity/ ડીઝલ માટે ભારત પર વધુને વધુ નિર્ભર બનતું યુરોપ
આ પણ વાંચો : વિરમગામ પંથકમાં કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન

