opportunity/ ડીઝલ માટે ભારત પર વધુને વધુ નિર્ભર બનતું યુરોપ

રોપ ડીઝલ માટે ભારત પર વધુ નિર્ભર બની રહ્યું છે. યુરોપે લગભગ એક વર્ષ પહેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે તેઓ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે.

Top Stories Business
YouTube Thumbnail 2023 11 28T105125.349 ડીઝલ માટે ભારત પર વધુને વધુ નિર્ભર બનતું યુરોપ

નવી દિલ્હીઃ યુરોપ ડીઝલ માટે ભારત પર વધુ નિર્ભર બની રહ્યું છે. યુરોપે લગભગ એક વર્ષ પહેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે તેઓ ડીઝલની અછતનો સામનો કરી રહ્યા છે. તેથી, યુરોપ તેની સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા ભારત તરફ વળ્યું છે. ભારતથી યુરોપમાં ડીઝલની નિકાસ પ્રતિદિન ત્રણ લાખ બેરલને વટાવી ગઈ છે. તેમાં હજુ વધારો થવાની સંભાવના છે.

ભારત રશિયન ક્રૂડ ઓઈલનું મોટું ખરીદદાર 

ભારત રશિયન ક્રૂડ ઓઈલના સૌથી મોટા ખરીદદારોમાંનું એક છે. યુરોપ ભારતમાંથી ડીઝલની આયાત કરે છે. આ રીતે રશિયાનું ડીઝલ ભારત થઈને યુરોપિયન દેશોમાં પહોંચી રહ્યું છે. જોકે, રશિયન ડીઝલ યુરોપમાં પહોંચી રહ્યું હોવાનો ખુલ્લેઆમ દાવો કરવા કોઈ તૈયાર નથી. કારણ કે, ભારત અન્ય ઘણા દેશો પાસેથી પણ ક્રૂડ ઓઈલ ખરીદે છે. આ પછી અમારી રિફાઈનરીઓ તેને ડીઝલમાં રૂપાંતરિત કરે છે. રિફાઈનરીઓના વધતા ઉત્પાદનથી દેશમાં ડીઝલની નિકાસમાં વધારો કરવામાં મદદ મળી છે.

નાયરા-રિલાયન્સ લાભ

રિપોર્ટ અનુસાર, મુંબઈ સ્થિત નયારા એનર્જી લિમિટેડે ગયા વર્ષે રશિયા પાસેથી કુલ ક્રૂડ ઓઈલની આયાતમાંથી લગભગ 60 ટકા ખરીદી કરી હતી. આ કંપની યુરોપમાં ડીઝલ પણ મોકલી રહી છે. આ ઉપરાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પણ યુરોપમાં ભારતીય ડીઝલની ટોચની સપ્લાયર છે. રિલાયન્સ તેની જરૂરિયાતનો એક તૃતીયાંશ ભાગ પણ રશિયા પાસેથી ખરીદે છે.

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે યુરોપને મુશ્કેલીમાં મૂક્યું

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની તેલના વેપાર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. રશિયન ડીઝલ યુરોપની જીવાદોરી હતી. યુરોપમાં મોટા ભાગનું ડીઝલ રશિયામાંથી આવતું હતું. પરંતુ, પ્રતિબંધ બાદ યુરોપમાં ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્ર ડીઝલની અછતનો સામનો કરી રહ્યું છે. આ કારણે યુરોપે ભારત સહિત ઘણી જગ્યાએથી ડીઝલની આયાતના વિકલ્પોની શોધ કરી. ભારત ઉપરાંત અમેરિકા, તુર્કી અને સાઉદી અરેબિયામાંથી પણ તેલ યુરોપ જઈ રહ્યું છે. યુરોપમાંથી ઘટતી માંગને કારણે ભારતીય રિફાઈનરીઓને રશિયન ક્રૂડ ઓઈલ ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે. ભારત રશિયા પાસેથી દરરોજ લગભગ 1.8 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.


આ પણ વાંચોઃ Stock Market/ શેરબજારમાં આજે તેજી સાથે થઈ શરૂઆત, સેન્સેક્સ 66000ની ઉપર અને નિફ્ટી 19850એ પંહોચ્યો

આ પણ વાંચોઃ IAF-Tejas/ IAF 67,000 કરોડમાં 97 સ્વદેશી ફાઇટર ખરીદવાની તૈયારીમાં

આ પણ વાંચોઃ Crime Honey Trap/ રાજકોટમાં હની ટ્રેપમાં ફસાયા પ્રૌઢ, મહિલા સાથે પતિ પણ આ કારસ્તાનમાં સામેલ