Not Set/ મહીસાગર : શિષ્યવૃત્તિ અપાવવાના બહાને સરકારી શાળાના આચાર્ય રૂ. 100ની લાંચ લેતા ઝડપાયા

મહીસાગર જિલ્લાના લુણાવાડાના નાની દેનાવાડ ગામથી લાંચ લેવાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એસીબી દ્વારા શાળાના આચાર્યની લાંચ લેવાના આરોપો હેઠળ ધરપકડ કરી હોવાની જાણકારી મળી રહી છે. મળતી વિગતો મુજબ, નાની દેનાવાડ ગામમાં આવેલી નાની દેનાવાડ પ્રાથમિક શાળાના આચાર્ય રાજકુમાર નાથાભાઈ પટેલ રૂ. 100ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ધોરણ 8માં ભણતી એક […]

Top Stories Gujarat Others
CBI arrested a man on the account of taking bribe of Rs.10 lakhs મહીસાગર : શિષ્યવૃત્તિ અપાવવાના બહાને સરકારી શાળાના આચાર્ય રૂ. 100ની લાંચ લેતા ઝડપાયા

મહીસાગર જિલ્લાના લુણાવાડાના નાની દેનાવાડ ગામથી લાંચ લેવાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એસીબી દ્વારા શાળાના આચાર્યની લાંચ લેવાના આરોપો હેઠળ ધરપકડ કરી હોવાની જાણકારી મળી રહી છે.

bribe 1 e1538227149402 મહીસાગર : શિષ્યવૃત્તિ અપાવવાના બહાને સરકારી શાળાના આચાર્ય રૂ. 100ની લાંચ લેતા ઝડપાયા

મળતી વિગતો મુજબ, નાની દેનાવાડ ગામમાં આવેલી નાની દેનાવાડ પ્રાથમિક શાળાના આચાર્ય રાજકુમાર નાથાભાઈ પટેલ રૂ. 100ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીની શિષ્યવૃતિ અપાવવા માટે આચાર્યએ કુલ 600 રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી રૂ. 500 વિદ્યાર્થિનીના પિતાએ આપી દીધા હતા. અને રૂ. 100 આપવાના બાકી રહ્યા હતા.

વિદ્યાર્થિનીના પિતાએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં એસીબીને આ બાબતે જાણ કરી હતી. જેથી એસીબીના ઇન્સ્પેક્ટર એચ બી ગામેતીએ છટકું ગોઠવીને શાળાના આચાર્ય રાજકુમાર પટેલને રૂ. 100ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.