Not Set/ 11 દિગ્ગજ ખેલાડીઓને મળશે ખેલ રત્ન એવોર્ડ, ગુજરાતી ભાવિના પટેલને પણ અર્જુન એવોર્ડ

ગુજરાતી ભાવિના પટેલને પણ અર્જુન એવોર્ડની જહેરાત કરવામાં આવી છે. ઓગષ્ટ 2021 માં રમાયેલ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં (ક્લાસ-૪) ફાઇનલ મેચમાં ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો હતો

Top Stories
દ્વારકા 9 11 દિગ્ગજ ખેલાડીઓને મળશે ખેલ રત્ન એવોર્ડ, ગુજરાતી ભાવિના પટેલને પણ અર્જુન એવોર્ડ
  • નીરજ ચોપડાને મલશે ખેલ રત્ન એવોર્ડ
  • ગુજરાતી ભાવિના પટેલને પણ અર્જુન એવોર્ડ
  • રવિ દહિયાને પણ અપાશે ખેલ એવોર્ડ
  • શિખર ધવન-નિષાદ કુમારને પણ અર્જુન એવોર્ડ

ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા અને રજત ચંદ્રક વિજેતા કુસ્તીબાજ રવિ દહિયા, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બોક્સર લવલીના બોર્ગોહેન, ફૂટબોલર સુનિલ છેત્રી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ સહિત કુલ 11 ખેલાડીઓની ખેલ રત્ન માટે પસંદગી કરવામાં આવી છે.

થોડા વિલંબ બાદ રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે 29મી ઓગસ્ટે આપવામાં આવતા વિવિધ પુરસ્કારોના નામ બહાર આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા અને રજત ચંદ્રક વિજેતા કુસ્તીબાજ રવિ દહિયા, ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બોક્સર લવલીના બોર્ગોહેન, ફૂટબોલર સુનિલ છેત્રી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, હોકી ખેલાડી પીઆર શ્રીજેશ સહિત કુલ 11 ખેલાડીઓની ખેલ રત્ન માટે પસંદગી કરવામાં આવી છે.

આ સિવાય ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ સહિત બે મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર મહિલા પેરા શૂટર અવની લેખરા અને ક્રિકેટર શિખર ધવન ગુજરાતી ભાવિના પટેલ  સહિત 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારંભ દર વર્ષે 29 ઓગસ્ટે યોજાતો હતો પરંતુ આ વર્ષે તેમાં વિલંબ થયો છે. કારણ કે કેન્દ્ર સરકાર ખેલાડીઓની પસંદગીમાં ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ખેલાડીઓના પ્રદર્શનને સામેલ કરવા માંગતી હતી. આ વર્ષે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ પ્રદર્શન કર્યું અને ઓલિમ્પિક-પેરાલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીત્યા.

નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ વખત એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જ્યારે અવની લેખારા એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.

ગુજરાતી ભાવિના પટેલને પણ અર્જુન એવોર્ડની જહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ 2021 માં રમાયેલ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં (ક્લાસ-૪) ફાઇનલ મેચમાં ગુજરાતની ટેબલ ટેનિસ સ્ટાર ભાવિના પટેલે ચીનના ખેલાડીને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો અને રાજ્ય અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતુ કર્યું હતું. તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ટેબલ ટેનીસ રમી રહ્યા છે. તો હાલમાં જ ભાવિના પટેલને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપીને વિશેષ સન્માન કર્યું હતું. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ તેમના ઘેર જઈને ભાવિના પટેલને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. અને રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ પ્રતિભા એવોર્ડ અંતર્ગત જાહેર કરાયેલ રૂ. ૩ કરોડનો ચેક એનાયત કર્યો હતો.

ગુજરાત / ફાર્માસીસ્ટ માટે સ્માર્ટકાર્ડ, બોગસ ફાર્માસીસ્ટ સામે ફોજદારી કાર્યવાહી

ક્રુઝ ડ્રગ્સ કેસ / આર્યન ખાનના જામીન પર આજે પણ નિર્ણય લેવામાં આવ્યો નથી, હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે

મુન્દ્રાના ડ્રગ્સ કેસ / અદાણી પોર્ટથી ઝડપાયેલ 3000KG ડ્રગ મામલે મોટો ઘટસ્ફોટ, દુબઈથી અપાયો હતો હવાલો અને…