Not Set/ #Budget 2019 : મોદી સરકારનું લક્ષ્ય 2022માં દરેક ઘરમાં વિજળી, 2024માં દરેક નળમાં પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિર્મલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટથી કર્મચારીઓને જ્યા ટેક્સમાં છૂટ મળવાની આશા છે તો વળી બીજી તરફ કોર્પોરેટર પણ બજેટને લઇને ઘણા આશાવાન દેખાઇ રહ્યા છે. આ બજેટથી […]

Top Stories
vbdslgvh 3 #Budget 2019 : મોદી સરકારનું લક્ષ્ય 2022માં દરેક ઘરમાં વિજળી, 2024માં દરેક નળમાં પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિર્મલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટથી કર્મચારીઓને જ્યા ટેક્સમાં છૂટ મળવાની આશા છે તો વળી બીજી તરફ કોર્પોરેટર પણ બજેટને લઇને ઘણા આશાવાન દેખાઇ રહ્યા છે. આ બજેટથી ખેડૂતો, મધ્યમ તથા લઘુ ઉદ્યોગો, નાના વેપારીઓ, ગૃહણિઓ પણ ઘણી આશા રાખીને બેઠી છે.

આપને જણાવી દઇએ કે, નાણાં મંત્રી નિર્મલા સીતારમન બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. આ સાથે 49 વર્ષ બાદ આજે બજેટની કમાન મહિલાનાં હાથમાં છે. આની પહેલાં 28 ફેબ્રુઆરી 1970નાં રોજ ઇન્દિરા ગાંધીને આ તક મળી હતી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમનનું બજેટ ભાષણ શરૂ

  • નાણાંમંત્રીએ બજેટ ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર ખાસ જોર આપી રહ્યા છે. નાણાંમંત્રીએ રસ્તા, જળમાર્ગ અને વાયુ માર્ગને મજબૂતી પ્રદાન કરવાના મોદી સરકારના લક્ષ્યોનો ઉલ્લેખ કર્યો.
  • દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન
  • ચૂંટણીમાં મહિલાઓએ સૌથી વધુ કર્યું મતદાન
  • લોકસભામાં રેકોર્ડ 78 મહિલા સાંસદો
  • ઉજ્જવલ્લા યોજનાથી મહિલાઓને લાભ
  • ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મહિલાઓનું મહત્વપૂર્ણ યોગદાન
  • 2024માં દરેક નળમાં મળશે પાણી
  • એક કરોડ વિદ્યાર્થીઓ માટે સ્કીલ યોજના
  • ઉચ્ચ શિક્ષણ માટે 400 કરોડની જોગવાઈ
  • સ્ટાર્ટ અપ માટે દૂરદર્શનમાં થશે કાર્યક્રમ
  • વિદેશમાં નોકરી માટે શિક્ષણ અપાશે
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લવાશે
  • નવી શિક્ષણ નીતિમાં અનુસંધાન પર જોર
  • નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવાશે
  • નવી નીતિથી સ્કૂલ, કોલેજોમાં આવશે બદલાવ
  • ટોપ 200માં ભારતના 3 શિક્ષણ સંસ્થાન
  • રમત-ગમતના વિકાસ માટે બોર્ડનું કરાશે ગઠન
  • ડિજીટલ ઇંડિયાને દરેક વિસ્તારમાં વિસ્તારીશું
  • અમે અમારી યોજનાઓ પર અમલ કર્યો
  • મુદ્રા લોન દ્વારા લોકોના જીવનમાં આવ્યો બદલાવ
  • લાકડાના ધુમાડાથી ગૃહિણીઓને મળી મુક્તિ
  • દાળ ઉત્પાદનમાં દેશ બન્યો આત્મનિર્ભર
  • ગામમાં દરેક ઘરોમાં પાણી પહોંચાડાશે
  • જળશક્તિ મંત્રાલય જળ સંસાધનોનું પ્રબંધન કરશે
  • 2 કરોડ ગામો ડિજીટલ સાક્ષર બન્યા
  • દરેક પંચાયતને ઇન્ટરનેટ સાથે જોડીશું
  • ઉજ્જવલ્લા યોજનાથી જનતાને લાભ
  • અમે 7 કરોડ LPG કનેક્શન આપ્યા
  • 2022 તક દરેક ઘરમાં વિજળી
  • PM સડક યોજનાથી ગામને મળ્યો લાભ
  • દરરોજ 135 કરોડ કિ.મી. રોડ બનાવવાનો લક્ષ્ય
  • દરરોજ 135 કરોડ કિ.મી. રોડ બનાવવાનો લક્ષ્ય
  • 1.95 કરોડ આવાસ બનાવવાનું લક્ષ્ય
  • મીડિયામાં વિદેશી રોકાણની મર્યાદા વધારાશે
  • અન્નદાતાને ઉર્જાદાતા બનાવવાનું સરકારનું લક્ષ્ય
  • સરકાર આયાત પરનો ખર્ચ ઘટાડશે
  • 5 વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડોલર
  • ન્યૂ ઇન્ડિયા તરફ વધી રહ્યું છે ભારત
  • 300 કી.મી. મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ
  • 5 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય
  • જળમાર્ગ પ્રોજેક્ટથી વ્યાપારને પ્રોત્સાહન મળશે
  • બેન્ક ખાતા અને આધારકાર્ડથી મળશે પેન્શન
  • રેલવેમાં PPP મોડલથી રોકાણ પર પ્રોત્સાહન
  • દેશનો દરેક વ્યક્તિ બદલાવ અનુભવી  રહ્યો છે
  • રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 50 હજાર કરોડની જરૂરિયાત
  • રેલવેમાં ખાનગી ભાગીદારી વધારાશે
  • જળમાર્ગથી વેપાર ઉદ્યોગ સરળ બન્યો
  • લાઇસન્સ ક્વોટા સિસ્ટમ પૂર્ણ થઈ
  • ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાશે
  • સરકારનું લક્ષ્ય પ્રદૂષણ મુક્ત બનાવવાનું
  • ખાનગી ઉદ્યોગોથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની
  • વર્તમાનમાં છઠ્ઠા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • બિઝનેસ કોરિડોરથી સામાન્ય લોકોને લાભ
  • અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતનો દબદબો
  • અંતરિક્ષ ક્ષેત્રે બજેટમાં ખાસ જોગવાઇ
  • સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા વધારાશે
  • ગામ, ગરીબ અને ખેડૂતો કેન્દ્રબિંદુ
  • નાના ઉદ્યોગોને 59 મિનિટમાં લોનની સુવિધા
  • નાના ઉદ્યોગકારોને લોન માફી માટે 350 કરોડ
  • તમામને ઘર આપવાની યોજના પર કામ ચાલુ
  • FDI માટે બજેટમાં ખાસ જોગવાઈ
  • વીમા પર 100 ટકા FDI
  • ગંગા નદી પર કાર્ગો ચાર ગણુ વધારાશે
  • તમા રાજ્યોને ગ્રીડથી અપાશે વિજળી
  • MSME માટે ઓનલાઇન પોર્ટલ
  • 3 કરોડ દુકાનધારકોને પેન્શન
  • નાના વેપારીઓ માટે પેન્શન યોજના
  • બેંક ખાતા અને આધારકાર્ડથી મળશે પેન્શન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.