નિર્ણય/ ૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય  હાલ પુરતો મોકૂફ, તો અમદાવાદમાં 60 કલાક સુધી સતત કર્ફ્યું

ગુજરાત રાજ્યમાં દિવાળીમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઈરસનો રાફળો ફાટ્યો છે. ત્યારે આગામી ૨૩મી થી શાળા કોલેજ શરુ કરવામાં સરકારના નિર્ણયને લઈને વાળી વર્તુળમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું હતું. 

Top Stories Gujarat
vadiya 1 ૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય  હાલ પુરતો મોકૂફ, તો અમદાવાદમાં 60 કલાક સુધી સતત કર્ફ્યું

ગુજરાત રાજ્યમાં દિવાળીમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના વાઈરસનો રાફળો ફાટ્યો છે. ત્યારે આગામી ૨૩મી થી શાળા કોલેજ શરુ કરવામાં સરકારના નિર્ણયને લઈને વાળી વર્તુળમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું હતું. મોડી રાતે સરકાર દ્વારા આ નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં વાળી વર્ગમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

નોધનીય છે કે, સરકાર ૨૩મિ થી શાળા કોલેજ ખોલવા અંગે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. શાળા-કોલેજ ખોલવા માટે SOP પણ તૈયાર કરવામાં આવી હતી. જો કે કોરોનાની ફરી વિકટ થયેલી સ્થિતીને જોતા સરકારે આ નિર્ણય પાછો ખેંચ્યો છે.

23 તારીખથી શાળાઓ ખોલવાનાં આદેશને પરત લેતા સરકારે આગામી આદેશ સુધી શાળાઓ બંધ જ રાખવા માટેનો નિર્ણય લીધો છે. તમામ મહાનગરોમાં કોરોના વિસ્ફોટનાં પગલે સરકાર દ્વારા શાળાઓ બંધ રાખવા માટેની સુચના આપી છે. સાથે સરકાર દ્વારા અમદાવાદમાં 60 કલાક સુધી સતત કર્ફ્યું અને ત્યાર બાદ રાત્રી કર્ફ્યુંની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી  છે.

COVID-19 ના ફેલાવાને અંકુશમાં રાખવા માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી દરરોજ રાત્રે 9: 00 થી 6: 00 સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કરાયો હતો.   મોડી રાત્રે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવ્યા બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે આજે શુક્રવાર રાત્રે 9:00 વાગ્યેથી અમદાવાદ શહેરમાં સોમવારે સવારે 6:00 સુધી ૬૦ કલાકનો સતત સંપૂર્ણ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે,

આ સમયગાળા દરમિયાન, ફક્ત દૂધ અને દવાઓ વેચવાની દુકાનોને જ મંજૂરી આપવામાં આવશે. અને ખુલ્લા રાખવામાં આવશે.