Not Set/ હરેન પંડ્યા હત્યા કેસ: સુપ્રીમ કોર્ટ તમામ આરોપીને દોષિત માન્યા

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિચલી અદાલતના નિર્ણયને યથાવત્ રાખતા 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.ટ્રાયલ કોર્ટે હરેન પંડ્યા હત્યા કેસમાં 12 આરોપીને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે 2011માં ગુજરાત હાઇકોર્ટે બધા આરોપીઓને છોડી દીધા હતા. હાઇકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ સીબીઆઇ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં […]

Top Stories Ahmedabad Gujarat
vbdslgvh 5 હરેન પંડ્યા હત્યા કેસ: સુપ્રીમ કોર્ટ તમામ આરોપીને દોષિત માન્યા

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિચલી અદાલતના નિર્ણયને યથાવત્ રાખતા 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.ટ્રાયલ કોર્ટે હરેન પંડ્યા હત્યા કેસમાં 12 આરોપીને દોષિત માનીને આજીવન કેદની સજા ફટકારી હતી.

જો કે 2011માં ગુજરાત હાઇકોર્ટે બધા આરોપીઓને છોડી દીધા હતા. હાઇકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ સીબીઆઇ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.સુપ્રિમ કોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો હતો અને તમામ આરોપીની દોષી માન્યા હતા.

26 માર્ચ, 2003 ના રોજ જ્યારે હરેન પંડ્યા સવારે ચાલવા ગયા હતા, ત્યારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં તેમની ગોળી મારને હત્યા કરવામાં આવી હતી. તે સમયે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ  વિશેષ પોટા કોર્ટે તમામ આરોપીઓને દોષી માન્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.

29 ઓગસ્ટ, 2011 ના રોજ આરોપીઓની અપીલ પર, ગુજરાત હાઈ કોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને ઉથલાવીને તમામ આરોપીઓને છોડી દીધા હતા.2012માં સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં હાઇકોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો.

ફરી તપાસની માંગ નકારી…

જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે એનજીઓ સી.પી.આઈ.એલ. દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં કોર્ટને હત્યાકાંડની નવેસરથી તપાસ કરવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે એનજીઓ પર 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને કહ્યું હતું કે આ મામલે અન્ય કોઈ અરજીની વિચારણા કરવામાં આવશે નહીં.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.