MANTAVYA Vishesh/ હિંદ મહાસાગરમાં ચીન પર અમેરિકા-ભારતની કડક કાર્યવાહી, ચીનની યોજના નિષ્ફળ!

હિંદ મહાસાગરમાં ચીન પર ભારત અને અમેરીકાએ કડક કાર્યવાહી કરી છે. ભારતે અગાલેગા ખાતે નવી એરસ્ટ્રીપ અને એક જેટી બનાવી છે.તો બીજી તરફ તાલિબાન સરકારે પાકની ચાલ નિષ્ફળ કરી છે.. જુઓ અમારો આ વિશેષ અહેવાલ

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • ચીન પર કડક નિયંત્રણ
  • ભારતે હિંદ મહાસાગરમાં કાર્યવાહી વધુ તીવ્ર કરી
  • અગાલેગા ખાતે નવી એરસ્ટ્રીપ અને જેટી બનાવી
  • તાલિબાન સરકારે પાકની ચાલ નિષ્ફળ કરી
  • તાલિબાનનું ઈરાનના ચાબહાર પોર્ટમાં રોકાણ
  • ચાબહાર પોર્ટ ઈરાનના તમામ પડોશીઓ માટે મહત્વપૂર્ણ
  • ઈરાનમાં અફઘાનિસ્તાનનું પ્રથમ વખત રોકાણ

ક્વાડનાં સભ્ય દેશો ભારત અને અમેરિકાએ હિંદ મહાસાગરમાં ચીન પર તેમની પકડ વધુ તીવ્ર બનાવી છે. અને અમેરિકા તેના ડિએગો ગાર્સિયા નેવલ બેઝ પર પરમાણુ સબમરીન અને બોમ્બર્સ તૈનાત કરી રહ્યું છે, ત્યારે ભારતે મોરિશિયસમાં અગાલેગા અને લક્ષદ્વીપમાં મિનિકોય ટાપુને લશ્કરી કિલ્લાઓમાં ફેરવી દીધું છે.ત્યારે એક તરફ હિંદ મહાસાગરમાં યુદ્ધ જહાજોથી લઈને જાસૂસી જહાજો સુધી બધું જ મોકલી રહેલા ચીન પર ભારત અને અમેરિકાએ તેમની કડક કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે.અને ભારતે હિંદ મહાસાગરમાં સ્થિત એક આફ્રિકન દેશ મોરિશિયસના અગાલેગા ખાતે યુદ્ધ જહાજોને સમાવવા માટે એક નવી એરસ્ટ્રીપ અને જેટીનું નિર્માણ કર્યું છે, ત્યારે હવે લક્ષદ્વીપમાં INS જટાયુ નૌકાદળનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ભારત એવા સમયે માલદીવને અડીને આવેલા લક્ષદ્વીપમાં નેવલ બેઝનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે, જ્યારે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝ્ઝુમ ચીનના ખોળામાં જઈ ચૂક્યા છે.નિષ્ણાતો કહે છે કે મોરેશિયસમાં અગાલેગા ભારત માટે એ જ રીતે કામ કરશે જે રીતે ડિએગો ગાર્સિયા નેવલ બેઝ અમેરિકા માટે કરે છે. ડિએગો ગાર્સિયા માલદીવની નીચે બ્રિટિશ માલિકીનો ટાપું છે અને યુએસે અહીં એક વિશાળ નેવલ બેઝ બનાવ્યું છે, અમેરિકાએ અહીં પરમાણુ બોમ્બર્સ પણ તૈનાત કર્યા છે. આ રીતે હિંદ મહાસાગરમાં પગ ફેલાવી રહેલા ચીનની મજબૂત ઘેરાબંધી વધુ તીવ્ર બની છે.

તો અહેવાલો અનુસાર, લક્ષદ્વીપના મિનિકોય દ્વીપ પર INS જટાયુ નેવલ બેઝનું ઉદ્ઘાટન આવતા અઠવાડિયે થઈ શકે છે. અરબી સમુદ્રમાં સ્થિત મિનિકોયના આ નેવલ બેઝની ક્ષમતા આંદામાન અને નિકોબાર પર બનેલ INS બાજ જેટલી જ હશે.ભારતીય નૌકાદળ લક્ષદ્વીપ નજીક તેના બંને એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંતનું સંચાલન કરી રહી છે.અને આવો અનુભવ વર્ષોમાં પહેલીવાર થઈ રહ્યો છે.કોઈ પણ એરક્રાફ્ટ કેરિયર એ દેશની તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય નૌકાદળ આ સિવાય અહીં સબમરીનનો શિકાર કરવા સક્ષમ અમેરિકન MH 60 હેલિકોપ્ટરને પણ તૈનાત કરી શકે છે, અને અહીં એરસ્ટ્રીપ બનાવવાનું  કામ પણ ચાલી રહ્યું છે.આ સાથે ફાઈટર જેટ પણ ત્યાં સરળતાથી ઉતરાણ કરી શકશે.

હવે આપને જણાવીએ કે ભારત માટે મોરેશિયસ કેમ મહત્વનું છે?  તો ચીન સાથે વ્યવહાર કરવા માટે ભારતે મોરેશિયસના અગાલેગા દ્વીપ પર નૌકાદળની સુવિધા વિકસાવી છે. ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે આ ભારતનું નેવલ બેઝ છે જ્યાં P8I જેવા સબમરીન હન્ટર એરક્રાફ્ટ પણ લેન્ડ કરી શકશે.જોકે, ભારત હજુ પણ તેને ગુપ્ત રાખવા માંગે છે. ભારતના મિત્ર મોરેશિયસનું અગાલેગા એક દૂરસ્થ ટાપુ છે જે હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટાપુ પર લગભગ 300 લોકો રહે છે. આ ટાપુ મોઝામ્બિક ચેનલની નજીક છે, જે વેપારી જહાજો અને તેલના કન્ટેનર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે, અને વિશ્વના લગભગ 30 ટકા ટેન્કર ટ્રાફિક મોઝામ્બિક ચેનલમાંથી પસાર થાય છે.

તો મોઝામ્બિક ચેનલ વિસ્તાર તાજેતરના વર્ષોમાં અસ્થિરતા અને આતંકવાદી ઘટનાઓથી ભરેલો છે.વર્ષ 2015માં ભારતે મોરેશિયસના આ ટાપુ પર એરસ્ટ્રીપ અને જેટી બનાવવાનો નિર્ણય લીધો હતો. આ સમગ્ર વિસ્તાર મોરેશિયસના મુખ્ય ભાગથી તદ્દન કપાયેલો છે અને તેથી જ ભારતે કનેક્ટિવિટીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઓસ્ટ્રેલીયાઈ એક્સપર્ટે તેને વર્ષ 2021માં ભારતનું નેવલ બેઝ કન્સ્ટ્રક્શન ગણાવ્યું હતું.જોકે ભારતે તેને ક્યારેય સ્વીકાર્યું નથી.તો મોરેશિયસના પીએમએ પણ સ્પષ્ટ કહ્યું છે કે આ ટાપુ પર તેમની સેનાનું નિયંત્રણ રહેશે, અને આ ભારતનું નેવલ બેઝ નથી.

ત્યારે હવે અગાલેગા ટાપુ પર આ સુવિધાઓ બનાવવાથી ભારતને ઘણો ફાયદો થવાનો છે. ભારત દરિયાઈ દેખરેખ અને જાસૂસી સરળતાથી કરી શકશે. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે અને તેની સૈન્ય તાકાત પણ વિસ્તરી રહી છે. હિંદ મહાસાગરની સુરક્ષાની જવાબદારી પણ ભારતની છે,  આમાં જહાજોનું રક્ષણ અને ચાંચિયાઓથી રક્ષણનો સમાવેશ થાય છે. પશ્ચિમ હિંદ મહાસાગરમાં પોતાની ઉપસ્થીતી  વધારવા માટે ભારતે ઓમાન અને મોરેશિયસ સાથે મજબૂત સંબંધો વિકસાવ્યા છે.ત્યારે હવે અગાલેગા સાથે, ભારત સરળતાથી દેખરેખ અને પેટ્રોલિંગ કામગીરી કરી શકશે.

તો અગાલેગાને લશ્કરી રીતે લાભદાયી ગણાતો ભારત એકમાત્ર દેશ નથી. અગાઉ 1960ના દાયકામાં અમેરિકા અને બ્રિટને પણ આ ટાપુને સૈન્ય દૃષ્ટિકોણથી વિકસાવવાનું વિચાર્યું હતું.જો કે, ત્યારબાદ તેઓ ડિએગો ગાર્સિયામાં ચાલ્યા ગયા હતા.તાજેતરના દાયકાઓમાં ચીનની નૌકાદળનું કદ અને તાકાતમાં વૃદ્ધિ થઈ છે.હિંદ મહાસાગરમાં તેની હાજરી આફ્રિકાના જીબુટીમાં નવા નેવલ બેઝ અને શ્રીલંકામાં જહાજો મોકલવાના પ્રયાસો સાથે વિસ્તરી છે, ત્યારે ભારત આ વિસ્તરણ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ચીનની ચિંતાઓને દૂર કરવા માટે, ભારતે જીબુટીમાં જાપાનના બેઝનો ઉપયોગ કરવા માટે ટોક્યો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વધુમાં, અગાલેગા પણ ભારતને આ ક્ષેત્રમાં ચીનની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરી શકે છે, ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને ઊર્જાની આયાતના સંદર્ભમાં. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે અગાલેગામાં તેની પ્રવૃત્તિઓથી સ્થાનિક સમુદાયને ફાયદો થાય છે.

તો બીજી તરફ ઈરાનનું ચાબહાર બંદર ભારત માટે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ ઉપયોગી છે. ગ્વાદરની સરખામણીમાં તેને ભારતના વ્યૂહાત્મક બંદર તરીકે પણ જોવામાં આવે છે. ગ્વાદરને ચીને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યું છે અને તે બેઇજિંગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આપને જણાવી દઈએ કે ઈરાન અને અફઘાનિસ્તાનની સરકાર વચ્ચે એક મહત્વનો કરાર થયો છે. કરાર હેઠળ અફઘાન તાલિબાન સરકારે ઈરાનના ચાબહાર પોર્ટમાં રોકાણની જાહેરાત કરી છે, અને ઈરાન પહોંચેલા અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિમંડળે ચાબહાર પોર્ટમાં રોકાણ માટેનાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે.અફઘાન સરકારે ચાબહાર પોર્ટમાં 35 મિલિયન ડોલરના રોકાણની જાહેરાત કરી છે.તો ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તાલિબાન સરકાર ચાબહાર પોર્ટ અને ચાબહાર ફ્રી ઈકોનોમિક ઝોનમાં વ્યાપારી, રહેણાંક અને સરકારી પ્રોજેક્ટ્સમાં 35 મિલિયનનું રોકાણ કરી રહી છે.

તો ગત વર્ષે, 2023 થી, તેહરાન અને કાબુલ વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જોવા મળ્યા હતા. હીરામંદ નદીમાંથી પાણીની વહેંચણીને લઈને બંને દેશો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. આવી સ્થિતિમાં તાલિબાન સરકારના આ પગલાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે. તાલિબાનના રોકાણનો ઉપયોગ ફખાર બાંધકામ પ્રોજેક્ટમાં કરવામાં આવશે, જે 25 માળની બહુમાળી ઇમારત છે. આ રોકાણથી બંને દેશોના નજીકના પાડોશી પાકિસ્તાનને પણ ફટકો પડશે.તાજેતરના સમયમાં તાલિબાન સાથે પાકિસ્તાનના સંબંધોમાં ભારે તણાવ છે.

ત્યારે આ પહેલીવાર છે જ્યારે અફઘાન ઉદ્યોગપતિઓ ઈરાનમાં સરકારની આગેવાની હેઠળના બાંધકામ પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છે. ઈરાને 2021માં અફઘાનિસ્તાનમાં રોકાણ કર્યું હતું પરંતુ ત્યાં સુધી તાલિબાન સત્તામાં પરત ફર્યા ન હતા. તાલિબાનોએ આ રોકાણનો હેતુ તેમના લેન્ડલોક દેશ માટે આંતરરાષ્ટ્રીય જળ સુધી પહોંચવા માટેનો માર્ગ મોકળો કરવાનો હતો. અફઘાનિસ્તાનમાં ઈરાનના રાજદૂત હસન કાઝેમી કોમીએ કહ્યું છે કે બંને દેશો ભારત અને ચીન દ્વારા ટ્રાન્ઝિટ કોરિડોર ખોલવા પર કામ કરી રહ્યાં છે. ઈરાન અફઘાનિસ્તાનના મુખ્ય આર્થિક ભાગીદારોમાંનું એક હોવા છતાં અને તાલિબાને ફેબ્રુઆરી 2023 માં તેમનું દૂતાવાસ ફરીથી ખોલ્યું હોવા છતાં, તેહરાન સત્તાવાર રીતે તાલિબાનને દેશની કાયદેસર સરકાર તરીકે માન્યતા આપતું નથી.

ઈરાનનું ચાબહાર પોર્ટ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પછી ચાબહાર પોર્ટની ગતિવિધિઓ પ્રભાવિત થઈ હતી પરંતુ તાલિબાન પોતે રોકાણ માટે આગળ આવશે પછી તેની સ્થિતિ સુધરશે. તાલિબાનના પાકિસ્તાન સાથે સારા સંબંધો નથી પરંતુ તેણે ભારત સાથે સારા રાજદ્વારી અને વેપાર સંબંધોની વાત કરી છે. ત્યારે હવે તે ઈરાન સાથેના સંબંધો સુધારવાનો પણ પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચાબહાર પોર્ટમાં ભારતનું મોટું રોકાણ છે, ત્યારે ચીને નજીકમાં જ ગ્વાદર પોર્ટ તૈયાર કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ