gujarat rain/ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની કરી આગાહી,ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હાલ ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે  ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે.હાલ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે .

Gujarat Top Stories Breaking News
Beginners guide to 2024 04 14T175117.048 હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની કરી આગાહી,ખેડૂતોમાં ચિંતાનો માહોલ

હાલ ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે ત્યારે  ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી છે.હાલ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે . હાલ છેલ્લા 24 કલાકમાં 2 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોચ્યું છે.ત્યારે વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું છે.ત્યારે વાત કરીએ અમદાવાદની તો ત્યાં  38.4 ડિગ્રી તેમજ ગાંધીનગર 38.0 ડિગ્રી, વડોદરા 37.4 ડિગ્રી, સુરત 35.0 ડિગ્રી, ભુજ 39.4 ડિગ્રી, કંડલા 37.1 ડિગ્રી, ભાવનગર 37.2 ડિગ્રી, રાજકોટ 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે.

ભર ઉનાળાની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, હાલ કેરીની સીઝન ચાલી રહી છે  ત્યારે  કમોસમી વરસાદથી ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ વડલ્ચાયું બન્યું છે.હવામાન વિભાગે થોડા સમય પહેલા  દિવસો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, આજે કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.

આ દિવસોમાં કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે આ વખતે આંબાના ઝાડમાં સારા ફૂલ આવતાં ફળ પણ સારા આવ્યા છે, પરંતુ હવે કમોસમી વરસાદને કારણે પાકને નુકશાન થવાની સંભાવના છે. ભારે પવનને કારણે કેટલાક ફૂલો પણ ખરી પડ્યા છે. આવા હવામાનમાં કેરીના ફળો અને ફૂલો પર જીવાતનો હુમલો થવાની સંભાવના રહે છે. આ ઉપરાંત અન્ય કેટલાક તૈયાર પાકમાં નુકસાનની ચિંતા ખેડૂતોમાં છે.

ઉનાળાની ભરબપોરે આજે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. આજે રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ કચ્છમાં પડ્યો હતો,  અંજાર, હીરપરા, રતનાલ,  સતાપર સહિતના ગામોમાં કમોસની વરસાદ પડ્યો છે.  છે.

હજુ પણ રાજ્યમાં બે દિવસ વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

કચ્છ ઉપરાંત આજે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જિલ્લામાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયુ, ત્યારે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે.રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

આ વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત જરુર મળી છે પરંતુ વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકશાન થશે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વાત કરીએ સૌરષ્ટ્રની તો અહીં અમરેલીના ધારી અને ખાંભાના ગામોમાં વરસાદ પડ્યો છે. રે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા,દાહોદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા,  સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું વિધાનસભા પેટાચૂંટણીમાં બળવાખોરો પાસેથી બદલો લઈ શકશે કોંગ્રેસ? પરિણામો પરથી નક્કી થશે ગુજરાતની આગળની રાજનીતિ

આ પણ વાંચો:ગાય માતાને લઈ આ સંસ્થાનું અનોખું સેવા કાર્ય, રસ્તાઓ પર ફરતી ગાયોને પીવડાવ્યું મેંગો જ્યુસ

આ પણ વાંચો:ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના