Gujarat/ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના

પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી……………….

Gujarat
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 35 ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના

Gujarat News: આજે રાજ્યમાં બે જુદા જુદા સ્થળોએ અકસ્માતથી મોત થયાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં 3 પદયાત્રીઓના મોત થયા છે તો સુરેન્દ્રનગરમાં દસાડામાં અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

ભાવનગરમાં હીટ એન્ડ રનમાં 3 પદયાત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભાલ પંથકમાં અજાણ્યા વાહનચાલકે રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જતા 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ચાર પદયાત્રીઓને સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાણંદનાં પિતા પુત્ર સહિત ખેડાના યાત્રાળુઓના મોત નિપજ્યા છે. તો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થયો છે.

સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં અકસ્માતમાં 2ના મોત થયા છે. ગવાણા પંપ પેટ્રોલપંપ પાસે વહેલી પરોઢે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વહેલી પરોઢે ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. 2 લોકોને જીવતા સળગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મૃતદેહોને પાટડી હોસ્પિટલ પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યા છે.whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના બામરોલીમાં મહારાજ પ્રોસેસિંગ મિલમાં બ્લાસ્ટથી એક વ્યકિતનું મોત

આ પણ વાંચો:રતનપરમાં મહાસંમેલન પૂર્વે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરાઈ

આ પણ વાંચો:ધંધુકા નજીક ગોઝારો અકસ્માત સર્જાયો, 4 લોકોના ઘટનાસ્થળે મોત