Crime/ જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

અરવલ્લી જિલ્લાનાં બાયડ મામલતદારનાં સબરજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસ થાય તે માટે બોરમઠ ગામનાં ખેડૂતે મુખ્ય મંત્રી અને મહેસૂલમંત્રી સુધી અરજી કરી છે.

Gujarat Others
123 54 જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

અરવલ્લી જિલ્લાનાં બાયડ મામલતદારનાં સબરજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસ થાય તે માટે બોરમઠ ગામનાં ખેડૂતે મુખ્ય મંત્રી અને મહેસૂલમંત્રી સુધી અરજી કરી છે. અરજીમાં જણાવ્યા પ્રમાણે બાયડ મામલતદાર કચેરી ખાતે સબરજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ જશુભાઈ ચૌધરીએ રૂપિયાનો મોટો તોડ કરીને ગેરરીતિ આચરી ગેરકાયદેસર રીતે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે.

123 55 જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

હાઈકોર્ટ / અમે લોકોને ઓક્સિજનની અછતથી મરી જતા જોઈ નથી શકતા, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રનો લીધો ઉધડો

બાયડ તાલુકાનાં વારેણા – બોરટીંબા ગામની સીમમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 402 અને 403 સર્વે નંબરની જમીનોની પાવર ઓફ એટર્ની જયરામભાઈ કરમશીભાઈને 24/10/2017 નાં રોજ પાવર ઓફ એટર્ની લખી આપેલ હતી. જો કે તે બાદ શરતોનું પાલન ન થતા પાવર ઓફ એટર્ની રદ બાતલ થઈ હતી અને જમીન પર બેન્ક ઓફ બાયડ શાખાની ખેતી વિષયક લોન હોવા છતા ગેરરીતિ આચરી જમીન વેચાણનો દસ્તાવેજ કરી દેવાતા ખેડૂતે ન્યાય માટે સંવેદનશીલ સરકારનાં દ્વાર ખખડાવ્યા.

123 56 જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ

જનતા કર્ફ્યુ / MPમાં 30 એપ્રિલ સુધી કડક જનતા કરફ્યુ લાગુ, કોરોનાની ચેન તોડવી હોય તો ઘરમાં રહો : CM શિવરાજ સિંહ ચૌહાણ

એક તરફ સરકાર દ્વારા જમીન માફિયાઓ સામે ગાળિયો કસવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ બહાર પાડી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ રૂપિયાની લાલચમાં ગેરરીતિ આચરી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે, ત્યારે આવા રૂપિયા લાલચુ અધિકારીઓ સામે સરકાર કડક પગલા ભરી અને એસીબી સહિતનાં પોલીસ મથકોમાં ફરિયાદ દાખલ થાય તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે.

Untitled 39 જમીનનો ખોટો દસ્તાવેજ કરી દેનારા બાયડનાં સબ-રજીસ્ટ્રાર સામે ખાતાકીય તપાસની માંગ