Not Set/ કાલોલ શહેરમાં નૂતન અર્બન હેલ્થ સેન્ટર ત્રણ માસથી તૈયાર, આંતરિક કારણોસર હજુ સુધી શરૂ નથી કરાયુ

કાલોલ શહેરમાં હાલ કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય વિભાગની કોરોના ટેસ્ટિંગ સહિતની કામગીરી રેફરલ હોસ્પિટલ સહિત નગરમાં કસ્બા વિસ્તારમાં આવેલા રોહિત વાસ સ્થિત એક જુના

Gujarat
mohsin કાલોલ શહેરમાં નૂતન અર્બન હેલ્થ સેન્ટર ત્રણ માસથી તૈયાર, આંતરિક કારણોસર હજુ સુધી શરૂ નથી કરાયુ

મોહસીન દાલ, ગોધરા મંતવ્ય ન્યૂઝ

 હારશે કોરોના જીતશે ગુજરાત સૂત્ર સાર્થક કેવી રીતે કરશે❓

કાલોલ શહેરમાં હાલ કોરોનાની મહામારી દરમિયાન આરોગ્ય વિભાગની કોરોના ટેસ્ટિંગ સહિતની કામગીરી રેફરલ હોસ્પિટલ સહિત નગરમાં કસ્બા વિસ્તારમાં આવેલા રોહિત વાસ સ્થિત એક જુના ભાડાના મકાનમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહી છે,જે મકાન ખૂબ જ જર્જરિત અવસ્થા ભોગવી રહ્યું છે.

તદ્ઉપરાંત આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય પણ વધારે હોવાથી આરોગ્યની સેવા લેવા માટે આવતા જતા લોકોને હાલાકીઓ ભોગવવી પડે છે. જે અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા જૂની પોલીસ લાઈન પાસે રોડ પર આવેલ જુનું સરકારી દવાખાનું તોડીને ત્યાં અદ્યતન સગવડો વાળું નુતન અર્બન હેલ્થ સેન્ટર પાછલા ત્રણ મહિનાથી તૈયાર કરી દેવામાં આવ્યું છે.

જે રોડ પર આવેલું પાર્કિંગથી માંડીને વિશાળ જગ્યા ધરાવે છે જ્યાં કાલોલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આરોગ્ય સેવાઓ અને સુવિધાઓનો લાભ લઈ શકે તેમ છે. પરંતુ પાછલા ત્રણ મહિનાથી જરૂરી તાંત્રિક વિધિ અને વીજ જોડાણના અભાવે હજુ સુધી આ નવીન મકાનમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી.

જેથી હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના વધતા જતા કોરોના કેસોને પગલે નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટરને કોરોના કાળ દરમિયાન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.

sago str 18 કાલોલ શહેરમાં નૂતન અર્બન હેલ્થ સેન્ટર ત્રણ માસથી તૈયાર, આંતરિક કારણોસર હજુ સુધી શરૂ નથી કરાયુ