નિધન/ વધુ એક ક્રિકટરનાં પિતાએ લીધો અંતિમ શ્વાસ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે તેમના પિતાનું અવસાન થયું છે.

Sports
a 4 વધુ એક ક્રિકટરનાં પિતાએ લીધો અંતિમ શ્વાસ

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે તેમના પિતાનું અવસાન થયું છે. ભુવનેશ્વર કુમારનાં પિતા કિરણપાલ સિંહ ઘણા સમયથી કેન્સરની સામે લડી રહ્યા હતા.

a 5 વધુ એક ક્રિકટરનાં પિતાએ લીધો અંતિમ શ્વાસ

શું છે વિકલ્પ? / IPL ની બાકી મેચો આ દેશમાં થવી લગભગ નક્કી જ છે

ભુવનેશ્વરનાં પિતાએ મેરઠ સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધો હતો. ભુવી થોડા સમય માટે તેના ઘરે હતો અને પિતાની સંભાળ લઈ રહ્યો હતો. ભુવનેશ્વર કુમારનાં પિતા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. ભુવનેશ્વર કુમારનાં પિતા કિરણપાલ સિંહને કેન્સર હતું. દિલ્હીની એઈમ્સ અને નોઈડા હોસ્પિટલોમાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, વિદેશી ડોકટરો પણ તેમની સારવાર કરી રહ્યા હતા. કિરણપાલ સિંહનાં યકૃતમાં તકલીફ હતી. તાજેતરમાં, ડોકટરોએ તેની તબિયત અંગે જવાબ આપ્યો હતો, ત્યારબાદ તેમને ફરીથી મેરઠ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પરિવાર તેમની સેવા કરી રહ્યો હતો.

a 6 વધુ એક ક્રિકટરનાં પિતાએ લીધો અંતિમ શ્વાસ

ક્રિકેટ / શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં કોચ રહેશે રાહુલ દ્રવિડ

આપને જણાવી દઈએ કે, વર્ષ 2015 માં ભુવનેશ્વર કુમારનાં પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભુવનેશ્વર કુમાર તે સમયે શ્રીલંકા પ્રવાસ પર હતા. આ ધમકી જમીન સોદાને લઈને આપવામાં આવી હતી. આ પછી, મેરઠનાં ડીઆઈજીએ ભુવનેશ્વર પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, ભુવનેશ્વર કુમાર ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ નથી. ભુવનેશ્વર કુમારને આશ્ચર્યજનક રીતે રેડ બોલ ટીમમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ જુલાઈમાં ભારતનાં શ્રીલંકાનાં પ્રવાસ પર તેમના એક્શનમાં આવવાની આશા છે. ભારતે શ્રીલંકા સામે ત્રણ વનડે અને ટી-20 શ્રેણી રમવાની છે.

kalmukho str 17 વધુ એક ક્રિકટરનાં પિતાએ લીધો અંતિમ શ્વાસ