Asia Cup/ ભારત આ રીતે એશિયા કપની ફાઇનલમાં પહોંચી શકે છે!જાણો સમીકરણ

હવે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે

Top Stories Sports
12 6 ભારત આ રીતે એશિયા કપની ફાઇનલમાં પહોંચી શકે છે!જાણો સમીકરણ

એશિયા કપ 2022ના સુપર-ફોર તબક્કામાં ભારતીય ટીમને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી મેચમાં શ્રીલંકાએ ભારતને છ વિકેટે હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને 174 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે એક બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

 

 

પાકિસ્તાન અને હવે શ્રીલંકા સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા માટે એશિયા કપની ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે સંપૂર્ણપણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પર બધું નિર્ભર રહેશે. આજે (7 સપ્ટેમ્બર) પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ છે. જો પાકિસ્તાન અહીં જીતશે તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે અને પછી તેની છેલ્લી મેચ માત્ર ઔપચારિકતા બની રહેશે.

ભારત પાસે ફાઇનલમાં પહોંચવાની આટલી જ તકો છે.

અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવે

ભારતે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવે

શ્રીલંકા પાકિસ્તાનને હરાવે 

ભારતનો નેટ રન રેટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કરતા સારો હોવો જોઈએ

પાકિસ્તાન જીતતાની સાથે જ ભારત બહાર થઈ જશે

જો આજે પાકિસ્તાનની ટીમ જીતશે તો અફઘાનિસ્તાન અને ભારત બંને એશિયા કપમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં શ્રીલંકા અને પાકિસ્તાન 11 સપ્ટેમ્બરે યોજાનારી ફાઇનલમાં ટકરાશે. જો કે, શ્રીલંકા સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ એક વાત તો નક્કી છે કે હવે 11 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ફાઈનલ નથી થઈ રહી