Crime/ સુરત જિલ્લાના વણેસા ગામે રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે રહેતી 38 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામે સાકાડેરી ફળિયામાં રહેતી અને મૂળ બારડોલી તાલુકાનાં પણદા ગામની વતની ગીતાબેન સંજયભાઇ […]

Gujarat Surat
a 74 સુરત જિલ્લાના વણેસા ગામે રહેતી મહિલાએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે રહેતી 38 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામે સાકાડેરી ફળિયામાં રહેતી અને મૂળ બારડોલી તાલુકાનાં પણદા ગામની વતની ગીતાબેન સંજયભાઇ રાઠોડ (ઉ.વ.38) નાઓએ કોઈ અગમ્ય કારણોસર ઘરની પાછળ આવેલ શેરડીના ખેતરમાં લાઇટના થાંભલા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી તેમનો મૃતદેહ સડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી તેમણે ત્રણથી ચાર દિવસ અગાઉ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ