Unseasonal rain/ માર્ચમાં માવઠું : ગુજરાતીઓએ વિષમ વાતાવરણ સહન કરવાની તૈયારી રાખવી પડશે, ખેડૂતોમાં ચિંતા

ગુજરાતની પ્રજાએ હવે વિષમ વાતાવરણનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હાલમાં તો લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શિયાળો, કે ઉનાળો ચાલી રહ્યો છે તેની ખબર પડતી નથી. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. જ્યારે સમગ્ર દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 28T143154.579 માર્ચમાં માવઠું : ગુજરાતીઓએ વિષમ વાતાવરણ સહન કરવાની તૈયારી રાખવી પડશે, ખેડૂતોમાં ચિંતા

અમદાવાદઃ ગુજરાતની પ્રજાએ હવે વિષમ વાતાવરણનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હાલમાં તો લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શિયાળો, કે ઉનાળો ચાલી રહ્યો છે તેની ખબર પડતી નથી. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે. જ્યારે સમગ્ર દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે. પણ હવે આટલું પૂરતું ન હોય તેમ હવામાન ખાતાએ એકથી ત્રણ માર્ચ દરમિયાન ગરમી-ઠંડીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. આમ ખેડૂતો માટે પડતા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થશે. તેના લીધે કેરીના આગમનમાં પણ વિલંબ થશે. આમ ગુજરાતીઓએ માર્ચમાં બેવડી પછી ત્રેવડી સીઝનનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે.

તાજેતરમાં ઇરાન-ઇરાક પાસે સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી લંબાતા રાજ્યમાં માર્ચના પહેલા સપ્તાહમાં વરસાદ પડી શકે છે. તેના પગલે આ સમયગાળા દરમિયાન વાતાવરણ પણ વાદળિયુ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માર્ચમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આના પગલે ખેડૂતોએ અત્યારથી જ સાવચેત થઈ જવું જરૂરી છે.

આ ઉપરાંત કમોસમી વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પ્રતિ કલાક 45 કિ.મી.ન ઝડપે પવન ફૂંકાવવાના લીધે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. રાજ્યમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના પણ હવામાન વિભાગે દર્શાવી છે.

ગુજરાતમાં એકથી પાંચ માર્ચની વચ્ચે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર દેખાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. દસથી 12 માર્ય દરમિયાન પણ હવામાનમાં મોટા ફેરફાર થશે.

હવે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં વરસાદ કે માવઠુ પડી શકે તે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠુ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. પલટાતા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં ચાર માર્ચથી ગરમી વધશે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ