enterainment/ બોલીવુડમાં લગ્નનો માહોલ, રકુલ અને જેકી ભગનાની બાદ શાહરૂખાનની હિરોઈન માર્ચમાં કરશે લગ્ન

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ પણ લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. તાપસીના લગ્ન સાથે જોડાયેલી કેટલીક વિગતો સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ક્યાં લગ્ન કરવાનું વિચારી રહી છે.

Trending Entertainment
YouTube Thumbnail 2024 02 28T144540.130 બોલીવુડમાં લગ્નનો માહોલ, રકુલ અને જેકી ભગનાની બાદ શાહરૂખાનની હિરોઈન માર્ચમાં કરશે લગ્ન

તાપસી પન્નુ : બોલીવુડમાં અત્યારે ફિલ્મ પ્રમોશન અને લગ્નની સિઝન ચાલી રહી છે. કેટલાક કલાકારો પોતાની ફિલ્મોના પ્રમોશનમાં વ્યસ્ત છે. બોલીવુડના ફેવરીટ કપલ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નની ભવ્ય ઉજવણી હજુ પૂર્ણ થઈ છે ત્યારે શાહરૂખખાનની હિરોઈન માર્ચમાં લગ્ન કરવા જઈ રહી છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બાદ હવે એવા સમાચાર છે કે બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ પણ લગ્ન કરવાની તૈયારી કરી રહી છે. તાપસીના લગ્ન સાથે જોડાયેલી કેટલીક વિગતો સામે આવી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ક્યાં લગ્ન કરવાનું વિચારી રહી છે.

Capture Taspi બોલીવુડમાં લગ્નનો માહોલ, રકુલ અને જેકી ભગનાની બાદ શાહરૂખાનની હિરોઈન માર્ચમાં કરશે લગ્ન

મીડિયા સમાચાર મુજબ ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ ‘ડિંકી’ ફેમ શાહરૂખખાનની અભિનેત્રી તાપસી પન્નુ તેના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે આ વર્ષે માર્ચમાં લગ્ન કરશે. રીપોર્ટનું માનીએ તો અભિનેત્રી તાપસી પન્નુ તેના બોયફ્રેન્ડ સાથે લગભગ 10 વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે તેઓએ વર્ષ 2024માં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાપસીએ તેના લગ્ન માટે રાજસ્થાનનેપસંદ કર્યું છે જ્યાં શાહી અંદાજમાં લગ્ન કરવાની વાત છે. ફિલ્મી ગપશપ મુજબ તાપસીના લગ્ન પારીવારિક રહેશે. રાજસ્થાનમાં યોજવામાં આવેલ લગ્નની ઉજવણીમાં લગભગ ફિલ્મ જગતના કોઈ જાણીતા ચહેરાને આમંત્રણ આપવામાં આવશે નહી. કારણ કે તાપસીનું માનવું છે કે આ દિવસ તેના જીવન માટે વધુ મહત્વનો છે. આથી તે તેને વધુ ખાસ બનાવવા માંગે છે તે લગ્નને વ્યાવસાયિક બનાવવા નથી માંગતી. અભિનેત્રીએ એક મેગેઝિનને આપેલ મુલાકાતમાં કહ્યું કે તે લગ્નના દિવસે અન્ય બ્રાઈડની જેમ વધુ ભપકાદાર પોશાક નહી પહેરે અને ના તો હેવી હેરસ્ટાઈલ કરશે. તેને સિમ્પલ લૂક વધુ ગમે છે. કહેવાય છે કે આ લગ્ન શીખ અને ખ્રીસ્તી સંસ્કૃતિ મુજબ થઈ શકે છે.

હસીન દિલરૂબા બની તાપસી પન્નુ,જુઓ Photos – Tv9 Gujarati

મહત્વનું છે કે અગાઉ પ્રિયંકા ચોપરા, પરિણીતી ચોપરા, કેટરિના કૈફ અને કિયારા અડવાણી જેવી અભિનેત્રીઓએ પણ તેમના લગ્ન માટે રાજસ્થાનની પસંદગી કરી હતી. જોકે, તાપસી તરફથી લગ્નને લઈને કોઈ સત્તાવાર માહિતી નથી. જણાવી દઈએ કે તાપસીએ તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધોને છુપાવ્યા નથી અને સમય-સમય પર તે તેની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે.

બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ વિરુદ્ધ મધ્યપ્રદેશનાં ઈન્દોરમાં ફરિયાદ દાખલ  કરવામાં આવી

બોલીવુડ હીરોઈન તાપસી પન્નુએ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રખ્યાત ચહેરો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2010માં તાપસીએ તેલુગુ ફિલ્મ ‘ઝુમ્મંડી નાદમ’થી અભિનયની શરૂઆત કરી હતી. બોલિવૂડની વાત કરીએ તો તેણે વર્ષ 2013માં ‘ચશ્મે બદ્દૂર’થી ડેબ્યૂ કર્યું હતું. તાપસીની બોલિવૂડની જાણીતી ફિલ્મોની વાત કરીએ તો, ‘જુડવા 2’, ‘બદલા’, ‘નામ શબાના’, ‘પિંક’ અને ‘શાબાશ મિથુ’ જેવી ઘણી ફિલ્મો છે. તાપસી પન્નુ લગભગ એક દાયકાથી ડેનિશ બેડમિન્ટન કોચ મેથિયાસ બોને ડેટ કરી રહી છે, અને ઘણીવાર ઇન્ટરવ્યુમાં અને સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે વાત કરી છે. અને હવે આગામી માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા