Not Set/ દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો, માસુમ પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી

પ્રથમ શનિવારના વસંતબેન નું નિધન થયું હતું અને જીતેન્દ્રભાઇ નું રવિવારના નિધન થતા પુત્ર -પુત્રી એ માતાપિતાની છત્રછાયા ગુમાવતા ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો

Gujarat Others Trending

ગોંડલ શનિ-રવિમાં કોરોનાથી 8 વ્યક્તિઓના મોત નિપજ્યા

ગોંડલ શહેર પંથકમાં કોરોના જેટ ગતિએ આગળ વધવાની સાથે માનવ જિંદગી પણ ટપોટપ હોમાઈ રહી છે. શુક્રવારના ત્રણ વ્યક્તિઓના મોત બાદ શનિ અને રવિ માં પણ કોરોના થી છ વ્યક્તિના મોત નિપજતા શહેર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જીતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર ઉંમર વર્ષ 45 અને તેમના પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયેલા હોય સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી પરંતુ તબિયતમાં સુધારો થતા જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જ્યાં પ્રથમ શનિવારના વસંતબેન નું નિધન થયું હતું અને જીતેન્દ્રભાઇ નું રવિવારના નિધન થતા પુત્ર -પુત્રી એ માતાપિતાની છત્રછાયા ગુમાવતા ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો

શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ ખાતે શનિ અને રવિવારના કોરોના થી મૃત્યુ પામેલા સ્વજનના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો સરકારી ગાઇડલાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં પહોંચ્યા હતા. તારીખ 10 શનિવારના ધનીબેન મલાભાઇ પરમાર (ઉમર વર્ષ 58) રહે ભગવતપરા, પરસોત્તમભાઈ ભાણાભાઈ વેકરીયા ઉ.વ. 84, રહે બાંદ્રા ગામ, બાબુભાઈ વાલજીભાઈ જાડેજા ઉ.વ. 85 રહે ભવનાથ- 2, દક્ષાબેન કિશોરભાઈ ચાવડીયા ઉ.વ. 43, રહે ચરખડી અને તારીખ 11 રવિવારના નર્મદાબેન નૈનસુખભાઈ કથિરીયા ઉંમર વર્ષ 65, રહે ચરખડી તેમજ નર્મદાબેન નટવરલાલ ખંભાયતા ઉંમર વર્ષ 76 રહે ભવનાથ 2 વાળાઓના નિધન થતા અંતિમ વિધિ કરવામાં આવી હતી.