Gujarat News/ રાજ્યમાં ભેળસેળિયાઓ પર તંત્રનો મોટો પ્રહાર! સુરત-ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો જપ્ત

Gujarat Food Adulteration: ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે તંત્રની કડક કાર્યવાહી. સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાં દરોડા દરમિયાન રૂ.35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલાયા.

Gujarat Top Stories Surat
Gujarat Food Adulteration: સુરત અને ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલ જપ્ત

Gujarat News: ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ (Gujarat Food Adulteration) સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ (Praful Pansheriya) કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ સક્રિય બન્યું છે. તંત્રએ સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતું તેલ જપ્ત કર્યું છે.

બંને સ્થળે મળીને રૂ.35 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તમામ નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Gujarat Food Adulteration: કામરેજમાં કથિત નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના (Surat Food Department Raid) ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન ફેક્ટરીનો સંચાલક જરૂરી લાયસન્સ વિના કથિત રીતે અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરતો હોવાની વિગતો સામે આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. સ્થળ બહારથી તાળું મારવામાં આવતું હોવા છતાં અંદર ઉત્પાદનની પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

5,157 લીટર ઘી અને ભેળસેળ માટેનું તેલ જપ્ત

Gujarat Food Adulteration: સુરત અને ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલ જપ્ત
Gujarat Food Adulteration: સુરતમાં ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’ નામની ફેક્ટરી પર દરોડો

તપાસ દરમિયાન ‘અનમોલ રતન કાઉ ઘી’ના વિવિધ પેકિંગમાં રહેલો અંદાજે રૂ.26.12 લાખનો 5,157 લીટર ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભેળસેળ માટે રાખવામાં આવેલ હોવાનું શંકાસ્પદ 1,485 કિલોગ્રામ પામોલીન તેલ અને 285 કિલોગ્રામ સોયાબીન તેલ પણ જપ્ત કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.3.63 લાખ હોવાનું જણાવાયું છે. તંત્રએ ઘી અને તેલના નમૂનાઓ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

ડીસામાંથી 987 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

બીજી તરફ પાલનપુર વર્તુળની ટીમે બનાસકાંઠાના ડીસા ખાતે વિવિધ વેપારી પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા 987 લીટર ઘીનો જથ્થો જપ્ત કરવામાં (Deesa Ghee Seized) આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.6.22 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ડીસામાંથી લેવામાં આવેલા નમૂનાઓ પણ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Gujarat Food Adulteration: સુરત અને ડીસામાંથી રૂ.35 લાખથી વધુનો શંકાસ્પદ ઘી-તેલ જપ્ત
Gujarat Food Adulteration: ડીસામાં શંકાસ્પદ જણાતા 987 લીટર ઘીનો જથ્થો જપ્ત

લેબ રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી

આ તમામ કિસ્સાઓમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા ઘી અને તેલના નમૂનાઓની લેબોરેટરી તપાસ બાદ તેની ગુણવત્તા અને ભેળસેળ અંગે સ્પષ્ટતા થશે. રિપોર્ટના આધારે જવાબદારો સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભેળસેળિયાઓને નહીં બક્ષવામાં આવે: પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણ વ્યક્તિ કે વેપારી પેઢીને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશ આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે.


આ પણ વાંચો: ગુજરાતમાં ભેળસેળિયાઓનું હવે આવી બનશે! સુરતમાં 50 કરોડના ખર્ચે બનશે હાઈ-ટેક ‘ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી’

આ પણ વાંચો: ભેળસેળિયાઓને ભેળસેળ કરવા આપી દેવાઈ ખુલ્લી છૂટ

આ પણ વાંચો: ડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, હીરા બજારમાંથી 6 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું