અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે શનિવારે અહીં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મુલાકાત કરી અને કેન્દ્રશાસિત પ્રદેશને ફિલ્મના શૂટિંગ માટે “મનપસંદ” સ્થળ બનાવવા અંગે ચર્ચા કરી. આમિર ખાને અહીં રાજભવન ખાતે ઉપરાજ્યપાલને મળ્યા. આ અંગે લેફ્ટનન્ટ ગવર્નરે ટ્વિટ કર્યું હતું કે, આજે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા આમિર ખાન અને કિરણ રાવને મળ્યા. અમે જમ્મુ -કાશ્મીરની નવી ફિલ્મ નીતિ અંગે ચર્ચા કરી, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આ ચર્ચા જમ્મુ -કાશ્મીરને ફરી બોલિવૂડમાં ફિલ્મનું શૂટિંગ સ્થળ બનાવવા પર પણ કેન્દ્રિત છે.
આ પણ વાંચો :ગેહના વશિષ્ઠનો દાવો, કહ્યું – મુંબઈ પોલીસે ધરપકડથી બચાવવા માટે માંગ્યા હતા લાખો રૂપિયા..
અભિનેતા હાલમાં કાશ્મીરમાં છે, તેની આગામી ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા” ના શૂટિંગ માટે સ્થાન પસંદ કરવા માટે ગુરુવારે અહીં અમર સિંહ કોલેજની મુલાકાત લીધી હતી. આમિર ખાને તાજેતરમાં લદ્દાખમાં શૂટિંગ કર્યું હતું.
Met renowned film actor Aamir Khan and Kiran Rao today. We discussed new film policy of J&K, which will be released shortly. The discussion also focused on reviving J&K glory in Bollywood and making it a favourite film shooting destination. pic.twitter.com/k5qbekKKQ9
— Office of LG J&K (@OfficeOfLGJandK) July 31, 2021
આપને જણાવી દઈએ કે, આમિર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’નું શૂટિંગ થોડા દિવસ પહેલા લદ્દાખમાં પૂર્ણ થયું હતું. લાલ સિંહ ચડ્ડા ફિલ્મ 1994 ની અમેરિકન કોમેડી-ડ્રામા ફોરેસ્ટ ગમ્પથી પ્રેરિત છે. અતુલ કુલકર્ણી દ્વારા લખાયેલ, લાલ સિંહ ચડ્ડાનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે અને વાયાકોમ 18 સ્ટુડિયો અને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મની મુખ્ય જોડી આમિર અને કરીના ‘તલાશ’ અને ‘3 ઇડિયટ્સ’ પછી ત્રીજી વખત સ્ક્રીન શેર કરશે.
આ પણ વાંચો :દીપિકા પાદુકોણ પતિ રણવીર સાથે પહોંચી હોસ્પિટલ, લોકોએ GOOD NEWS પર ઉઠાવ્યા સવાલ!
આમિર ખાન અને કિરણ રાવે આ મહિનાની શરૂઆતમાં અલગ થવાની જાહેરાત કરી હતી. આપને જણાવી દઈએ કે બંને ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં સાથે કામ કરી રહ્યા છે, જે તેમની સંયુક્ત પ્રોડક્શન છે. તે લદ્દાખમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે કારગિલ પણ ગયા હતા.
આ પણ વાંચો :શિલ્પા શેટ્ટીને તેના પતિ રાજ કુંદ્રાને લીધે થયું કરોડોનું નુકસાન
આ પણ વાંચો :ઝૈદ દરબારે કેમ ગૌહર ખાનને લગ્ન કેન્સલ કરવાની ધમકી આપી હતી?
