બોમ્બે હાઈકોર્ટે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના બંગલાનો ભાગને તોડવા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશને રદ કર્યો છે. કોર્ટના આ નિર્ણય અંગે કંગનાએ ખુશી વ્યક્ત કરતાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વિડીયોમાં કંગના કહે છે કે તે કોઈ એક વ્યક્તિની જીત નથી પરંતુ આ લોકશાહીનો વિજય છે.
કંગનાએ વીડિયો સાથે કેપ્શન લખ્યું- ‘જ્યારે કોઈ વ્યક્તિગત રીતે સરકારની વિરુદ્ધ ઉભું થાય છે અને જીતે છે. આ કોઈ એકની જીત નથી, તે લોકશાહીનો વિજય છે. જેણે મને હિંમત આપી છે. આપ સૌનો આભાર અને મારા તૂટેલા સપનાને પાંખો આપનારાઓનો આભાર. તમે વિલનની ભૂમિકા ભજવશો, જેથી હું હીરો બની શકું. ‘
https://www.instagram.com/p/CIFfwq0BmSh/?utm_source=ig_web_copy_link
કંગનાએ વીડિયોમાં કહ્યું છે કે, ‘હેલ્લો એવરીવન, હું હાલમાં થલાઈવીનું શૂટિંગ કરી રહી છું. મને એક સારા સમાચાર મળ્યા કે મારા બંગલાનો નિર્ણય મારા હિતમાં આવ્યો છે. જેમ મેં કહ્યું હતું કે જ્યારે કોઈ સરકારની સામે આવે છે અને તે જીતે છે. આ લોકશાહીનો વિજય છે. હું તમારો આભાર માનું છું. હું વિલનની ભૂમિકા ભજવનારા લોકોનો પણ આભાર માનું છું, જેના કારણે હું એક હીરોની ભૂમિકા નિભાવવામાં સફળ રહી છું. ‘
આપને જણાવી દઈએ કે કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે બીએમસીએ ખોટી ઇરાદાથી અભિનેત્રીની મુંબઇ ઓફિસમાં તોડફોડ કરી છે. એટલું જ નહીં BMC એ કંગના રાનાઉતની ઓફિસમાં તોડફોડ માટે નુકસાન ચૂકવવું પડશે. હાઈકોર્ટે કંગનાની ઓફિસને આ નુકસાનની આકારણી કરવા આદેશ આપ્યો છે, આ અંગે અધિકારીઓ માર્ચ 2021 સુધીમાં કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરશે. બાદમાં હાઈકોર્ટ નુકસાનની ભરપાઈ માટે એજન્સીના રિપોર્ટ અંગે નિર્ણય લેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
