Not Set/ કચ્છ/ સરહદી જિલ્લામાં કમોસમી વરસાદથી ડેંગ્યુનો આંક ઊંચકાયો

સરહદી ક્ચ્છ જિલ્લામાં  ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળ્યો છે. કમોસમી વરસાદમાં ડેંગ્યુનો આંક ઊંચકાયો છે. સરકારી ચોપડે 157 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધવામા આવ્યા છે, તો પ્રાઇવેટ હોસ્પિટલમાં 1000 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે લોકોને ખુલા પાણીના પાત્રો ખાલી કરી ડ્રાય ડે ની ઉજવણી માટે તાકીદ કરી હતી.  ભુજના ડો.વિશાલ […]

Top Stories Gujarat Others
dengue 00 3301025 835x547 m કચ્છ/ સરહદી જિલ્લામાં કમોસમી વરસાદથી ડેંગ્યુનો આંક ઊંચકાયો

સરહદી ક્ચ્છ જિલ્લામાં  ડેન્ગ્યુનો કહેર યથાવત જોવા મળ્યો છે. કમોસમી વરસાદમાં ડેંગ્યુનો આંક ઊંચકાયો છે. સરકારી ચોપડે 157 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધવામા આવ્યા છે, તો પ્રાઇવેટ હોસ્પિટલમાં 1000 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે લોકોને ખુલા પાણીના પાત્રો ખાલી કરી ડ્રાય ડે ની ઉજવણી માટે તાકીદ કરી હતી.  ભુજના ડો.વિશાલ દેસાઈએ જણાવ્યું કે, રોજ 20 થી 25 પેશન્ટ ડેન્ગ્યુના આવે છે.

સરહદી ક્ચ્છ જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, આરોગ્ય તંત્ર અને જનપ્રતિનિધિઓ પણ હવે રહી રહીને જાગ્યા હોય તેમ કેમ્પો યોજી રહ્યા છે બીજી તરફ મેડિકલ કેમ્પમાં યોગ્ય સારવાર ન મળતી હોવાની રાવ ઉઠી છે તે વચ્ચે યાદ અપાવી દઈએ કે કચ્છમાં ડેન્ગ્યુના 1200 જેટલા કેસો થયા છે.

સરહદી ક્ચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 157 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 1000 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા છે કહી શકાય કે,1200 જેટલા ડેન્ગ્યુના કેસો કચ્છમાં નોંધાઇ ચુક્યા છે કચ્છમાં વરસેલા કમોસમી વરસાદમાં ડેંગ્યુનો આંક ઊંચક્યો હતો. તાજેતરમાં દિવાળી ટાણે પણ મોટાભાગે ડેંગ્યુનો વાવડ  રહેતા લોકોને ઘરે બાટલા ચડાવવા પડ્યા હતા.

તે વચ્ચે હવે રહી રહીને પ્રજાકીય પ્રતિનિધિઓ જગ્યા છે અને મેડિકલ કેમ્પ શરૂ કર્યા છે પણ તેમાં સુવિધા ન અપાતી હોવાની રાવ ઉઠી છે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે લોકોને ખુલા પાણીના પાત્રો ખાલી કરી ડ્રાય ડે ની ઉજવણી માટે તાકીદ કરી હતી કચ્છનાં લોકો અત્યારે ડેન્ગ્યુની મહામારીથી પીડાઈ રહ્યા છે જે હકીકત છે આ અંગે ભુજના ડો.વિશાલ દેસાઈએ જણાવ્યું કે, રોજ 20 થી 25 પેશન્ટ ડેન્ગ્યુના આવે છે ડેન્ગ્યુમાં પ્લેટનેટ કાઉન્ટ્સ ઘટી જાય છે ત્યારે દર્દીઓ પ્રવાહી લેવા સાથે નેચરલ વસ્તુઓનું સેવન કરે તો ડેંગ્યુથી બચી શકાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.