અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓને રક્ષાબંધનની આપી છે મોટી ભેટ, તારીખ 30/08/2023 ના રોજ રક્ષાબંધન નિમિત્તે બહેનો પોતાના ભાઈઓ પાસે સરળતાપૂર્વક પહોંચી શકે તેવા હેતુ સાથે બહેનોને વિનામૂલ્યે AMTS ની બસોમાં મુસાફરીનો લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના આ તહેવાર નિમિત્તે AMTSના સત્તાવાળાઓ દ્વારા મહિલા પેસેન્જર્સ માટે ખાસ ખુશખબરી અપાશે. આ પવિત્ર તહેવારને ઊજવવા માટે પોતાના લાડકા વીરાને રક્ષાસૂત્ર બાંધવા જનારી બહેનો આખો દિવસ AMTSમાં ફ્રી મુસાફરી કરી શકશે. AMTSના ભાજપના શાસકો સતત બીજા વર્ષે મહિલા પેસેન્જર્સને રક્ષાબંધને ફ્રી મુસાફરીનો લહાવો આપ્યો છે.