આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે , I.N.D.I.A. Vs NDA વચ્ચેની સ્પર્ધા રસપ્રદ બની છે. 2024ની લોકસભા ચૂટણી માટે, 1 સપ્ટેમ્બરના રોજ, ફરી માયાનગરી મુંબઈમાં મળશે અને પોતપોતાની રણનીતિ બનાવશે. 26 પક્ષોના ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ના સભ્યો ગુરુવાર-શુક્રવાર એટલે કે 31 ઓગસ્ટ-સપ્ટેમ્બર 1 ના રોજ મુંબઈમાં બેઠક કરી રહ્યા છે. તે જ દિવસે બીજેપીના નેતૃત્વમાં એનડીએ પણ તેના આયોજન અંગે ચર્ચા કરશે. આ બેઠકોમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ચર્ચા પહેલાથી જ તેજ થઈ ગઈ છે. આમાં I.N.D.I.A. વડાપ્રધાન પદના ઉમેદવારના નામની ચર્ચા પણ થવાની સંભાવના છે અને શક્ય હશે તો નામની ઘોષણા પણ કરી દેવામાં આવશે.
1. નિષ્ણાતોના મતે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે I.N.D.I.A. વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે.
2. બેઠકમાં રાજ્યવાર બેઠકોની વહેંચણી પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
3. આ દરમિયાન I.N.D.I.A. ગઠબંધનનો લોગો પણ બહાર પાડવામાં આવી શકે છે.
4. દરમિયાન આરજેડી નેતા લાલુ યાદવે સંકેત આપ્યો છે કે I.N.D.I.A. કાનું કુળ મોટું થવાનું છે.
5. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે વડાપ્રધાન પદના ઉમેદવારનો નિર્ણય ચૂંટણી જીત્યા બાદ જ થશે. પાર્ટીના ચૂંટાયેલા સાંસદો તેમના નેતા નક્કી કરશે.