Not Set/ આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ છેલ્લા છ વર્ષ નથી, કોણ ચાઉં કરી ગયું ? 

કર્મચારીઓનો આક્ષેપ છે કે રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા 6 વર્ષથી બોનસ ચૂકવવામાં નથી આવ્યું. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ કમિશનરના આદેશ વિરુદ્ધ એજન્સીને બોનસ ચૂકવી રહ્યા છે.

Gujarat Others Trending
viral 6 આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ છેલ્લા છ વર્ષ નથી, કોણ ચાઉં કરી ગયું ? 

ગુજરાત રાજ્યમાં આઉટસોર્સિંગના કર્મચારીઓનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહ્યું છે. અને રાજ્યમાં આઉટસોર્સિંગના કર્મચારીઓની મુશ્કેલી પ્રત્યે આંખ આડા કાન કરવાના પણ ઘણા બનાવો બનતા જોવા મળ્યા છે. તેમાં હવે આરોગ્ય વિભાગના આઉટસોર્સિંગના કર્મચારીઓએ બાયો ચઢાવી છે. છેલ્લા છ વર્ષથી સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને નહિ મળતા ગાંધીનગર ખાતે વિરોધ નોધાવ્યો હતો. રાજદીપ એજન્સી દ્વારા બોનસ ન ચૂકવવામાં આવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ રોષે ભરાયા અને વિરોધ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ બોનસ અને લીવ ઓન કેશના નાણાં ચૂકવવા માટે ગાંધીનગરમાં અધિકારીને રજૂઆત કરી હતી.

કર્મચારીઓનો આક્ષેપ છે કે રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા 6 વર્ષથી બોનસ ચૂકવવામાં નથી આવ્યું. જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ કમિશનરના આદેશ વિરુદ્ધ એજન્સીને બોનસ ચૂકવી રહ્યા છે. પરંતુ કર્મચારીઓને બોનસ મળ્યું નથી. 6 વર્ષમાં એક કર્મચારીના દોઠ લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો જનતા જાગૃતિ મંચના પ્રમુખે આક્ષેપ કર્યો છે.

અનેક ફરિયાદો છતા એજન્સીઓને અધિકારીઓ છાવરી રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ઝોનમાં આવતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાનાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તેમજ GMERS મેડિકલ કોલેજો – હોસ્પિટલોમાં રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા છેલ્લા છ વર્ષથી આઉટસોર્સથી કર્મચારીઓ પુરા પાડવામાં આવી રહ્યા છે. રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા વર્ગ – 3 અને 4 કર્મચારીઓ પૂરા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓનાં પગાર, EPF, ઈએસઆઈસી, લીવ ઓન કેશના નાણાંમાં એજન્સી દ્વારા વ્યાપક ગેરરીતિ કરાઈ હોવાની ફરિયાદો ઉઠી છે.

બોટાદ / ઢસા ગામે નિર્માણ પામ્યું અનોખું મોક્ષધામ, જ્યાં મળે છે આવી સુવિધાઓ…

કોરોનાનો કહેર / જર્મનીમાં 24 કલાકમાં 50 હજાર નવા કેસ, યુરોપમાં વધુ એક વેવની નવેસરથી ચિંતા

એન્કાઉન્ટર / કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર,સર્ચ આેપરેશન ચાલુ

પંજાબ વિધાનસભામાં હોબાળો / અકાલી દળના ધારાસભ્યો અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે થઇ ઝપાઝપી, લાત અને મુક્કાબાજી પણ જોવા મળ્યા