ગુજરાત/ ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, દારૂ લાવતાં 9 ઝડપાયા

રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો હતો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 10T153148.883 ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, દારૂ લાવતાં 9 ઝડપાયા

ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં લોકો પાર્ટીઓનું આયોજન કરતા હોય છે અને તેના માટે ગુજરાત જેવા કહેવાતા ડ્રાય સ્ટેટમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા આઇડિયા અપનાવી રહ્યા છે જોકે આ બધી ચાલાકી વચ્ચે મહીસાગરના સંતરામપુરમાં ST બસમાં દારૂની હેરફેરની ઘટના સામે આવી છે. રાજસ્થાનથી સંતરામપુર અને સંતરામપુરથી અમદાવાદ દારૂનો જથ્થો પહોંચે તે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ડુંગરપુરથી મહીસાગરના સંતરામપુર શહેરમાં પ્રવેશતા જ પોલીસે 9 આરોપી પાસેથી 47 હજાર કિંમતની 155 બોટલ દારૂ ઝડપી પાડ્યો હતો. આરોપીઓ ડુંગરપુરથી સ્કૂલ બસમાં દારૂ લાવી રહ્યા હતા.

9fdbf7ae6d5df0214d3e187d56a1aee4170219793573276 original ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, દારૂ લાવતાં 9 ઝડપાયા

ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાં વિદેશી દારૂ સાથે નવ લોકો ઝડપાયા. માહિતીના આધારે સંતરામપુર પોલીસે હરસિદ્ધિ માતાજી મંદિર પાસે બસની તપાસ કરતાં કોથળામાં વિદેશી દારૂ ભરેલા નવ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.47,280ની કિંમતની વિદેશી દારૂની 155 બોટલો જપ્ત કરી હતી. પોલીસે રૂ.83,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તમામ આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે.

 આ પહેલા બાવળા- રાજકોટ હાઇવે પર  એસિડના ટેન્કરમાંથી રૂપિયા ૨૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. જે બાદ શુક્રવારે રાતના સમયે  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ વડોદરા એક્સપ્રેસ હાઇવેથી રાજકોટ તરફ એસ પી રીંગ રોડ પરથી ગેસના ટેન્કરમાં છુપાવેલો રૂપિયા 41 લાખની કિંમતની વિદેશી દારૃની 11268 જેટલી બોટલો મળી આવી હતી. દારૂનો જથ્થો હરિયાણાના રોહતકથી રાજકોટ લઇ જવામાં આવી રહ્યો હતો.  પોલીસે વિદેશી દારૂ સહિત કુલ ૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ  કરી હતી.


whatsapp ad White Font big size 2 4 ડુંગરપુરથી દાહોદ જતી ST બસમાંથી ઝડપાયો દારૂનો જથ્થો, દારૂ લાવતાં 9 ઝડપાયા


આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર

આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત

આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ

આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો

આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા