NIA દરોડા/ નડિયાદમાં ટેરર ફાંડિંગ મામલે NIAના દરોડા, કરોડના ટ્રાન્ઝેક્શનની આશંકા

ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનનીમાં તપાસ કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
d1 1 1 નડિયાદમાં ટેરર ફાંડિંગ મામલે NIAના દરોડા, કરોડના ટ્રાન્ઝેક્શનની આશંકા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ગતઓગષ્ટ માહિનામાં અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં દરોડા પાડ્યા હતા અને કથિત આતંકવાદી મોડ્યુલ સામે દેશવ્યાપી સંકલિત દરોડાના ભાગરૂપે પૂછપરછ માટે અનેક લોકોની અટકાયત કરી હતી.

તો હવે ગુજરાતમાં હજુ પણ આતંકી ફંડિંગ મામલે NIAના દરોડા યથાવત છે. કચ્છથી અટારી સુધી પહોંચેલા ડ્રગ્સ અંગે તપાસ કેસમાં આતંકી ફંડિંગની પુષ્ટી બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસ ચાલી રહી છે. ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા છે. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઈંગ કંપનનીમાં તપાસ કરવામાં આવી રહી છે. NIAની ટીમ હાલ તપાસ કરી રહી છે. આ કંપનીના અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. નડિયાદની અમદાવાડ બજારમાં ચાલુ છે.  આ કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ ચાલી રહી છે.

કોણ છે અસ્મા ખાન પઠાણ ?

અસ્માખાન પઠાણ ભાજપના ડાયલોગ સેલના પૂર્વ રાષ્ટ્રીય સભ્ય અને  દિલ્હી વકફ બોર્ડના ગુજરાતનાં સભ્ય છે. અસ્માખાન પઠાણ ભાજપના લઘુમતી મોરચાની રાષ્ટ્રીય ટીમના સભ્ય પણ રહી ચૂક્યા છે.

GPCBના ચાર હાથ/ રૂપિયા બચાવા માટે માનવ જીવન સાથે ચેડા, કંપનીએ કેમિકલ સહિત વેસ્ટવોટર છોડયું, ખેતીમાં મોટાપાયે નુકસાન