child abuse/ વડોદરામાં બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ, ઝડપાયેલા દંપતીનો DNA ટેસ્ટ કરવાનો નિર્ણય

વડોદરામાં વેબસાઈટ પરથી બાળક ખરીદવાનો મામલો સામે આવ્યો છે. મૂળ પંજાબનું બાળક વડોદરા વેચવા આવતા બે આરોપી વડોદરા પોલીસે ઝડપી લીધા છે.

Gujarat Vadodara
બાળ તસ્કરીના

દેશમાં વધી રહેલી બાળ તસ્કરીના મામલાને લઈને નવા નવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત વડોદરામાં આવું જ કિસ્સો સામે આવ્યો છે.દિલ્હીના રહેવાસી દિપક અને પૂજા દ્વારા માત્ર ८ દિવસની બાળકીને વડોદરાના નિ:સંતાન કપલ સૌરભ વેરા અને સોમા વેરાની  વેચવાની માહિતી વડોદરા પોલીસને મળી હતી, ત્યારે માત્ર ૮ દિવસની બાળકીને લઈને દિલ્હીથી દુરંતો એક્સપ્રેસના માધ્યમથી વડોદરા પહોંચેલા આ પૂજા નામની મહિલાને કરોલબાગમાં ખાણીપીણીના વેપાર સાથે સંકળાયેલા દીપકને વડોદરા એલસીબી અને શી ટીમની પોલીસે ઝડપી લીધા છે.

સમગ્ર મામલે વડોદરા પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓ માની મહિલા આરોપી પૂજાએ પોલીસને જણાવ્યું છે કે દિલ્હીના અવંતિકા વિસ્તારમાં રહેતી પ્રિયંકા નામની મહિલા  આ બાળકી લઈ ને વડોદરા આવવા કહ્યુ હતુ અને આ પુજા અને દિપકના ટ્રેનની ટિકિટ કરાવી આપી અને તેને લઈને વડોદરા જવા માટે કહ્યું હતું.અને બાળકના બદલામાં નક્કી કરેલ ૨.૫૦ લાખ જેટલી રકમ પણ પ્રિયંકાને આપવા કહ્યુ હતુ. જોકે હાલ પોલીસે આ મામલે ૧.૮૦ લાખ જેટલા રિકવર કર્યા છે.

 આ સમગ્ર મામલામાં વડોદરાના સૌરભ અને સોમા નામના કપલે પોલીસને પ્રાથમિક પૂછપરછ માં કહ્યું હતું કે આ બાળક ખરીદવાની સમગ્ર માહિતી તેમણે ઓનલાઇન મેળવી હતી ન્યુ બેબી એડોપશન નામની વેબસાઈટ ઉપરથી બાળક મળશે.તેવી બાબત ધ્યાને આવી હતી, તેમણે પોતાના આધાર કાર્ડ આ વેબસાઈટ ઉપર અપલોડ કરતા વેબસાઈટના એજન્ટ તરફથી તેમને ૨.૫૦ લાખ રૂપિયા આપવાના રેહશે અને બાળકી મળશે ત્યારે આવી ગેરકાયદેસર રીતે થતી પ્રવૃત્તિઓમાં આ સૌરભ અને સોમા ફસાયા હતા પરંતુ તેઓ બાળકી ખરીદે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયા છે.

અ 13 3 વડોદરામાં બાળ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ, ઝડપાયેલા દંપતીનો DNA ટેસ્ટ કરવાનો નિર્ણય

આ પ્રકારની બનતી ઘટનાઓને લઈને વડોદરા પોલીસના અધિકારીએ સીએઆરએ (cara કારા) નામની ભારતીય સરકાર અધિકૃત એજન્સી સિવાય કોઈ પણ સંસ્થા પાસેથી બાળક કે બાળકી ખરીદી નહીં કરવા માટે કહ્યું છે, જોકે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે આ બાળકીના મૂળ વતનથી તેને દિલ્હી કેવી રીતે લવાઇ  આ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે સાથે જ પોલીસનું માનવું છે કે આ પ્રકારની બાબતોમાં બે કે ત્રણ રાજ્યો જોડાયેલા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જરૂર જણાય છે તો વડોદરા પોલીસની ટીમ દિલ્હી સુધી તપાસ માટે મોકલી વાત પણ પોલીસ અધિકારીએ કરી છે સાથે બીજી એજન્સીઓની પણ મદદ લેવાઈ શકે છે,

ફિરોઝપુરમાં જન્મેલી આ બાળકીની ઓળખ જન્મદાખલા પરથી થઈ છે ત્યારે તેનો જન્મ  થઈ માત્ર આઠ દિવસ જેટલો સમય થયો છે ત્યારે આ દીકરીને માતા પિતા કોણ છે,સાથે  પોલીસે જણાવ્યું છે આ સમગ્ર મામલે હમે બીજા રાજ્યોમાં આ પ્રકારનું આ લોકોનું બાળક તસ્કરીનું કામ ચાલી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે. તારે હાલ તો આ સમગ્ર મામલે આઠ દિવસની બાળકીને વડોદરા સરકારી દવાખાનામાં સારવાર અર્થે રખાય છે અને સમગ્ર મામલે વડોદરા શી ટીમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: લખનઉના હઝરતગંજ વિસ્તારમાં હોટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોને બચાવી લેવાયા

આ પણ વાંચો:અરુણાને કોઈ સંતાન નથી, પરંતુ તે શાળાના તમામ વિધાર્થીને પોતાના બાળકો સમજીને તેમની જરૂરિયાતો કરે છે પૂરી

આ પણ વાંચો:ભારતમાં 2021માં અકસ્માતમાં 1.55 લાખ લોકોના થયા મોત