Not Set/ હળવદ/ ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે થઇ જૂથ અથડામણ, આઠ લોકો થયા ઈજાગ્રસ્ત

લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત  જોવા મળી રહ્યો છે.હળવદ તાલુકાના ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 8 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અં મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ટીકર […]

Gujarat Others
84304a974a6e2eb9b396813496b3bebe હળવદ/ ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે થઇ જૂથ અથડામણ, આઠ લોકો થયા ઈજાગ્રસ્ત

લોકડાઉન સમયમાં ગુના આચરવાનો સિલસિલો હજી પણ યથાવત  જોવા મળી રહ્યો છે.હળવદ તાલુકાના ટીકર ગામે રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 8 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અં મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ટીકર ગામમાં રહેતા શાંતિભાઈ શંકરભાઈના દિકરા અને કાચરોલા વિમલભાઈના દીકરાની વચ્ચે  રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી.જે બાદ વિમલભાઇના દિકરાએ તેના મોરબી રહેતા મિત્રોને બોલાવ્યા હતા જેથી કરીને નયનભાઈ અને અન્ય પાંચ શખ્સો બાઈક ઉપર ટીકર ગામે પહોંચ્યા હતા અને ત્યારબાદ ગામના પાદરમાં બેઠેલ શાંતિભાઈ શંકરભાઈના દીકરાને આડેધડ મારમારી છરી વડે હુમલો કર્યો હતો.

આપને જણાવી દઈએ કે મોરબીથી આવેલા શખ્સોને પણ મારમારવામાં આવ્યો હતો અને મોરબીથી આવેલા શખ્સોના બે બાઇકને સળગાવી નાંખવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હાલમાં મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ટિકર ગામ ખાતે બંદોબસ્ત ગોઠવી દીધા છે અને હાલમાં ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી હોવાનું જાણવ મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.