Suicide Note/ સાંસદ મોહન ડેલકરનાં રૂમમાંથી મળી 6 પાનાની 40 લોકોના નામ સાથેની સુસાઇડ નોટ, ખળભળાટ

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકસભા સાંસદ મોહન ડેલકરના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની એક હોટલમાં મળ્યો હતો. પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે.

Gujarat
a 299 સાંસદ મોહન ડેલકરનાં રૂમમાંથી મળી 6 પાનાની 40 લોકોના નામ સાથેની સુસાઇડ નોટ, ખળભળાટ

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકસભા સાંસદ મોહન ડેલકરના મોતના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની એક હોટલમાં મળ્યો હતો. પોલીસ ઘટનાની તપાસમાં લાગી છે. મુંબઈ પોલીસને સાંસદના રૂમમાંથી 6 પાનાની સ્યુસાઇડ નોટ  પણ મળી છે. પોલીસ પ્રમાણે સ્યુસાઇડ નોટમાં 40 લોકોના નામ છે. આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કારણ કે કેટલાક મોટા માથાઓના નામ પણ તેમાં ખુલવાની સંભાવના છે કે જેમની સામે આ હેન્ડરાઇટિંગ મોહન ડેલકરના પોતાના હોવાનું સાબિત થયા બાદ પગલા કરવામાં આવી શકે છે.

 Mohan Delkar dies: આપઘાત પહેલા સાંસદે લખી 6 પાનાની સ્યુસાઇડ નોટ, 40 લોકોના નામ સામેલ

EVM machines / મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

હાલ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ આ સ્યુસાઇડ નોટની તપાસ કરી રહી છે, કે શું સ્યુસાઇડ નોટ પર મોહન ડેલકરના હેન્ડરાઇટિંગ છે. મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસ મુજબ સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી છે. ફોરેન્સિકની ટીમે હોટલના તે રૂમમાં ચાર કલાક તપાસ કરી હતી,જ્યાં મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો હતો.જો મોટા માથાઓના નામ ખુલશે તો તેમની સામે ધરપકડ સહિતના પગલાં લેવામાં આવી શકે છે અને એ કારણે રાજકીય વર્તુળોમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી છે. તેમજ આ નામ કોના હશે તે અંગે અટકળો થઈ રહી છે.

IB / અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે

હવે સવાલ ઉઠી રહ્યા છે કે આખરે સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કેમ કરી અને દાદરા નગર હવેલીના સાંસદ મુંબઈમાં શું કરી રહ્યા હતા? પરંતુ આ બધા સવાલોના જવાબ તો પોલીસની તપાસ બાદ મળી શકશે. પરંતુ જાણકારી મળી છે કે મોહન ડેલકર પાછલા સપ્તાહે જેડીયૂના નેતાઓને મળ્યા હતા. તેમણે નેતાઓ સાથે દાદરા અને નગર હવેલીની સ્થિતિ પર ચર્ચા કરી હતી. સાંસદોના પ્રતિનિધિમંડળને લેવા માટે મુંબઈ આવ્યા હતા અને 23 ફેબ્રુઆરીએ સાંસદોને પોતાની સાથે લઈ જવાના હતા. મોહન ડેલકર (58) 1989થી દાદરા અને નગર હવેલી લોકસભા ક્ષેત્રની સાંસદ છે. તેઓ અહીંથી 7 વખત ચૂંટાયા છે. તેઓ 2009માં કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ વર્ષ 2019ની ચૂંટણી પહેલા પાર્ટી છોડી દીધી અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી ચૂંટણી જીતી હતી.

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…