Arrested/ બોગસ સરકારી કચેરીઓ ખોલવાના કેસમાં કાર્યપાલક ઇજનેરની ધરપકડ

બોગસ સરકારી કચેરીઓ ખોલીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી છે. આમ કૌભાંડનો પર્દાફાશ થયા પછી એક પછી એક આરોપીઓને પોલીસ પક્કડમાં લેવા લાગી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 01T123124.788 બોગસ સરકારી કચેરીઓ ખોલવાના કેસમાં કાર્યપાલક ઇજનેરની ધરપકડ

દાહોદઃ બોગસ સરકારી કચેરીઓ ખોલીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી છે. આમ કૌભાંડનો પર્દાફાશ થયા પછી એક પછી એક આરોપીઓને પોલીસ પક્કડમાં લેવા લાગી છે. 18 કરોડથી વધુની રકમના આ કૌભાંડમાં ભૂતપૂર્વ આઇએએસ બી.ડી. નિનામાની ધરપકડ કરવામાં આવ્યા બાદ શુક્રવારે દાહોદ પોલીસે દાહોદ જિલ્લા પંચાયતના નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરતા ખળભળાટ મચ્યો છે. પોલીસે આ કૌભાંડમાં પકડેલા આરોપીઓના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારો પર્દાફાશ થાય તેમ માનવામાં આવી રહ્યું છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની બોગસ ડોક્યુમેન્ટથી એક ખોટી સરકારી કચેરી બનાવી દીધી હતી. તેના પછી તેણે 2021થી સરકારને રીતસર ઠગવાનું શરૂ કર્યુ હતુ. તેણે સરકાર પાસેથી 90થી પણ વધુ કામની ચાર કરોડથી પણ વધુ રકમ સેરવી લીધી હતી. તેણે ખોટી સરકારી ઓફિસ શરૂ કરીને સરકારની આદિજાતિ પ્રયોજન વિભાગ પાસેથી ચાર કરોડથી પણ વધુ રકમની ગ્રાન્ટ લીધી હતી. તેણે 2021થી અત્યાર સુધીમાં આ રીતે ચાર કરોડથી વધુ રકમનું કૌભાંડ કર્યુ હતું.

ગયા મહિને ઉદવહન સિંચાઈ યોજનાની બેઠક યોજાતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. તેમા બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાની વર્ષ 2023-24ની ઉદવહન સિંચાઈ યોજનાના કામોના કરોડો રૂપિયાની દરખાસ્ત અંગે પૂછવામાં આવતા તેઓએ આવી કોઈ દરખાસ્ત કરી જ ન હોવાનું જણાવ્યું હતું. પહેલા તો ઉચ્ચ અધિકારીઓ માની જ ન શક્યા હતાં કે આવું કઈ થઈ શકે. તેમને લાગ્યું ક્યાં તો ધવલ પટેલ ભૂલી ગયા છે અથવા કદાચ પૂરતું ભંડોળ ન ફળવાતા સરકારથી નારાજ છે. પણ જ્યારે ધવલ પટેલે વારંવાર ભારપૂર્વક આવી કોઈ દરખાસ્ત મોકલી ન હોવાનો પુનરોચ્ચાર કર્યો ત્યારે ઉચ્ચ અધિકારીઓને આંચકો લાગ્યો. તે સમયે તેમને દાળમાં કંઇક કાળુ હોવાની ગંધ આવી. તેના પછી તરત જ તપાસનો ધમધમાટ શરૂ થયો. પોલીસે તપાસ હાથ ધરી સંદીપ રાજદૂત અને તેના સાથી અબુબકર સૈયદ નામના બે ઠગોની તપાસ શરૂ કરી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ