કેશોદ/ ભારત બંધની અસર : કોંગી આગેવાનોની અટકાયત બાદ છોડી મુકાયા

બે દિવસ પહેલા ખેડૂતો નાં સમર્થનમાં રસ્તા રોકો આંદોલન કરનારાં આજે ભારત બંધના એલાન દરમિયાન નજરે ચડ્યાં નહોતાં.

Top Stories Gujarat Others
Untitled ભારત બંધની અસર : કોંગી આગેવાનોની અટકાયત બાદ છોડી મુકાયા

@ચેતન પરમારકેશોદ, 

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવનારાં નવા કાયદાનાં વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનના પગલે કેશોદ શહેરમાં સવારથી જ વેપારીઓ દ્વારા સ્વયંભુ બંધ પાડી સમર્થન આપ્યું હતું. કેશોદ શહેરમાં ખાણીપીણીની દુકાનો અને મેડિકલ સ્ટોર્સ સીવાય તમામ બજારો બંધ રહ્યાં હતાં. કેશોદ શહેરમાં કોઈ અનીચ્છીય બનાવ બને નહીં એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કેશોદ પોલીસ દ્વારા બજારમાં નીકળેલાં કોંગી આગેવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્ર્વિનભાઈ ખટારીયા, યુથ કોંગ્રેસ પ્રમુખ અવિનાશભાઈ પરમાર કેશોદ ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ ના  ભરતભાઈ લાડાણી, ધીરુભાઈ  જાટીયા સહિતના છ આગેવાનો ની અટક કરી બપોરે મુક્ત કર્યા હતાં. ત્યારબાદ કેશોદ ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતો વિરોધી કાયદો રદ્ કરવામાં આવે એવી માંગ કરી હતી.

કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારત બંધના એલાનની અસર જોવા મળી હતી અને ગામડાઓમાં પણ બજારો બંધ રહ્યાં હતાં. કેશોદ શહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતાં પશુપાલકો એ દુધ વિતરણ ન કરી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. કેશોદના સતાધારી પક્ષના સંગઠનની નિમણુંક કરવામાં આવેલ હતી.

અને વધું પડતાં વેપારી સંગઠનો નાં હોદેદારો સતાધારી પક્ષ સાથે જોડાયેલા હોય છતાં કેશોદની બજારો ખુલી રખાવવામા નિષ્ફળ નીવડ્યા હતા. બે દિવસથી સોશ્યલ મીડિયામાં મેસેજો વાયરલ કરી વડાપ્રધાન ને સમર્થન આપનારાં જ પોતાનાં ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધના એલાન માં જોડાયાં હતાં.

બે દિવસ પહેલા ખેડૂતો નાં સમર્થનમાં રસ્તા રોકો આંદોલન કરનારાં આજે ભારત બંધના એલાન દરમિયાન નજરે ચડ્યાં નહોતાં. કેશોદ શહેરમાં પ્રથમ વખત વેપારીઓ એ સ્વયંભૂ ભારત બંધના એલાન માં જોડાઈ સતાધારી પક્ષના નિર્ણય વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…