રખડતા કૂતરાનો આતંક/ હાઇકોર્ટ નજીકના વિવિધ વિસ્તારોમાં કુતરાનો આતંક-20 લોકોને ભર્યા બચકા..

ભાવનગર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે અનેક વિસ્તારમાં રખડતા કૂતરાઓ લોકોને બચકા ભરે છે તેમજ બાળકોની પાછળ પણ દોરતા હોય છે

Top Stories Gujarat Others
Untitled 20 14 હાઇકોર્ટ નજીકના વિવિધ વિસ્તારોમાં કુતરાનો આતંક-20 લોકોને ભર્યા બચકા..

ભાવનગર શહેરના અતિ ભરચક વિસ્તાર અને જ્યાં રોજના મોટી સંખ્યામાં અવરજવર કરે છે તેવા હાઇકોર્ટ વિસ્તાર નજીકના વિસ્તારો,જેમાં જે.કે વાળો ખાંચો-ઘાંચી વાડ,ડબગર વાળી શેરી માં એક કૂતરાનો થોડા દિવસથી આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધરીયા કે જેઓ નોટરી પણ છે જેની ઓફીસ આવેલી છે.

તેમજ અન્ય વકીલોની ઓફિસો પણ આવેલી છે.આ વિસ્તારમાં એક કુતરાનો છેલ્લા થોડા દિવસથી આતંક જોવા મળી રહ્યો છે અને નાના મોટા મળી કુલ 20 લોકો ને કૂતરા એ કરડી ખાતા આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો છે. સાંજે 6 પછી આ કુતરાનો આતંક જોવા મળતો હોય જેમાં એક વૃદ્ધને કરડી જતા તેની હાલત ગંભીર જોવા મળી રહી છે જ્યારે અન્યને  હાથે,પગે,સાથળે કરડી જઇ આ કૂતરાએ આતંક મચાવતા આ અંગે મનપાના અધિકારીઓને જાણ કરી આ કૂતરાને ઝડપી લેવા  વિનંતી કરી હતી.

પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ખાસ રસ ન દાખવી લોકોના જીવ જોખમમાં હોવા છતાં હાલ રખડતા ઢોર અને કૂતરા ને પકડવાની કામગીરી બંધ છે તેમ જણાવી હાથ ખંખેરી નાખતા આ વિસ્તારના રહીશોમાં રોષ ફેલાયો છે.ત્યારે આ વિસ્તારના લોકોને પોતાના બાળકોની પણ ચિંતા સતાવતી હોય જેથી તેઓ અન્યત્ર જવા મજબુર બને એ પહેલાં આ કૂતરા ને ઝડપી લેવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.મેયરની પોતાની નોટરીની ઓફીસ પણ આ વિસ્તારમાં છે ત્યારે હવે રહીશો તાકીદે કાર્યવાહી કરવામાં આવે અને લોકોને કુતરાના આતંક માંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે.

ભાવનગર શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે અનેક વિસ્તારમાં રખડતા કૂતરાઓ લોકોને બચકા ભરે છે તેમજ બાળકોની પાછળ પણ દોરતા હોય છે ત્યારે હાઇકોર્ટ નજીક ગયા છે જેટલા લોકોને રખડતા કૂતરાએ બચકા ભર્યા છે જેની લઈને મેયરને પૂછતા મેયરે મૌન રાખ્યું છે.

આ પણ વાંચો:સરથાણા પોલીસની માનવતા સામે આવી 6 વર્ષીય દીકરીના વ્હારે આવી પોલીસ

આ પણ વાંચો:ઈશનપુર ગામે 11 પશુઓના મોત,બકરીઓને ચરાવવા લઈ જતા બની ઘટના

આ પણ વાંચો:જીમમાં યુવાન સાથે થયેલી મુલાકાત મહિલાને બરબાદ કરી ગઇ…વાંચો સુરતની સનસનાટીભરી ઘટના

આ પણ વાંચો:સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝ દ્વારા 75 લાખ વૃક્ષો વાવો અભિયાનનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ