Not Set/ આતંકી ખતરાના ઈનપુટના પગલે, NIA દ્વારા તમિળનાડુમાં  પાંચ સ્થળોએ દરોડા, અનેક શંકાસ્પદ વસ્તુઓ કબ્જે

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તમિલનાડુના કોઈમ્બતુરમાં ગુરુવારે દરોડા પાડી રહી છે. હજી પાંચ સ્થળોએ આ દરોડા ચાલુ છે. દરમિયાન, એનઆઈએ ટીમે મોબાઇલ ફોન, સીમકાર્ડ્સ, લેપટોપ અને અનેક પેન ડ્રાઇવ મળી આવી છે. મળતી માહિતી મુજબ, પાંચ સ્થળોએ જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં ઉક્કમ, બિલાલ નગર, કરુમ્બુકાદાયનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે […]

Top Stories India
tamilnadu આતંકી ખતરાના ઈનપુટના પગલે, NIA દ્વારા તમિળનાડુમાં  પાંચ સ્થળોએ દરોડા, અનેક શંકાસ્પદ વસ્તુઓ કબ્જે

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તમિલનાડુના કોઈમ્બતુરમાં ગુરુવારે દરોડા પાડી રહી છે. હજી પાંચ સ્થળોએ આ દરોડા ચાલુ છે. દરમિયાન, એનઆઈએ ટીમે મોબાઇલ ફોન, સીમકાર્ડ્સ, લેપટોપ અને અનેક પેન ડ્રાઇવ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, પાંચ સ્થળોએ જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં ઉક્કમ, બિલાલ નગર, કરુમ્બુકાદાયનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમે ઉમર ફારૂક, સનાબર અલી, સમિના મુબીન, મહંમદ યાસીર, સદામ હુસેનનાં રહેઠાણો પર દરોડા પાડ્યા છે. આ લોકો NIA ના રડાર પર છે.

ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં આતંકી હુમલાના ઈનપુટ મળ્યા છે, અને ત્યારબાદ જ આ દરોડની કામગીરી કરવામાં આવી રહી છે, એનઆઈએની ટીમ આ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે શું આતંકીઓએ આ લોકોનો સંપર્ક કર્યો છે. આ માટે કેટલાક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.