Not Set/ મધ્યપ્રદેશ/ ટ્રેઇની વિમાન ક્રેશ થતા બે પાયલોટના મોત

મધ્ય પ્રદેશના સાગરમાં શુક્રવારની રાત એક એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત નીપજ્ય છે. અહેવાલ અનુસાર સાગરથી 14 કિમીના અંતરે ઢાના હવાઈ પટ્ટીની નજીક આ દુર્ઘટના બની છે. આશંકા છે કે વધારે ધુમ્મસને કારણે પાયલોટ રનવેનો અંદાજો લગાવી શક્ય નહીં અને વિમાન અન્ય જગ્યાએ લેન્ડ થઈ ગયું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર […]

Top Stories India
aaaaaamaya મધ્યપ્રદેશ/ ટ્રેઇની વિમાન ક્રેશ થતા બે પાયલોટના મોત

મધ્ય પ્રદેશના સાગરમાં શુક્રવારની રાત એક એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત નીપજ્ય છે. અહેવાલ અનુસાર સાગરથી 14 કિમીના અંતરે ઢાના હવાઈ પટ્ટીની નજીક આ દુર્ઘટના બની છે. આશંકા છે કે વધારે ધુમ્મસને કારણે પાયલોટ રનવેનો અંદાજો લગાવી શક્ય નહીં અને વિમાન અન્ય જગ્યાએ લેન્ડ થઈ ગયું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાયલોટના નામ પણ સામે આવી ચુક્યા છે. આ દુર્ઘટનામાં ટ્રેનર પાયલોટઅશોક મકવાણા અને ટ્રેનર પાયલોટ પીયુષ ચંદેલ મૃત્યુ પામ્યા છે.

લેન્ડીંગ દરમિયાન ખેતરમાં ગયું વિમાન

રિપોર્ટ અનુસાર આ વિમાન એરક્રાફ્ટ ચાઇમ્સ એકેડેમીનું હતું અને પાયલોટ રાત્રે વિમાનને આંધરમાં લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સાગરના પોલીસ અધિક્ષક અમિત સાંઘીએ જણાવ્યું કે લેન્ડીંગ દરમિયાન વિમાન નજીકના ક્ષેત્રમાં ગયું હતું અને ક્રેશ થયું હતું.

aaaaaamaya 1 મધ્યપ્રદેશ/ ટ્રેઇની વિમાન ક્રેશ થતા બે પાયલોટના મોત

રાત્રે 10 વાગ્યાની ઘટના

આ દુર્ઘટનામાં ટ્રેનર અશોક મકવાણા (58) અને ટ્રેનર પીયુષ સિંહ (28) નું મોત નીપજ્યું હતું. રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ખરાબ હવામાન અકસ્માતનું કારણ બની શકે છે. ચાઇમ્સ એકેડેમીના સ્થાનિક અધિકારીઓ રાહુલ શર્માએ ઘટનાની પુષ્ટિ કરી છે. એકેડેમીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનનું મોડેલ Cessna 172 છે. જેનું કોકપીટ કાચનું હોય છે અને તેમાં રાત્રે ઉડાન કરવાની સુવિધા હોય છે. ચાઇમ્સ એકેડેમીની વેબસાઇટ અનુસાર, આ સંસ્થા વ્યાપારી પાઇલટ અને ખાનગી પાયલોટનાં લાઇસન્સ માટેની તાલીમ આપે છે.

મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક

સીએમ કમલનાથ અને ભૂતપૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ કમલનાથે એક ટ્વિટમાં કહ્યું કે રાજ્યના સાગરની ઢાના હવાઈ પટ્ટી પર એક વિમાન દુર્ઘટનામાં બે તાલીમાર્થી પાયલોટનાં મોતનાં દુખદ સમાચાર મળ્યાં છે. પરિવાર પ્રત્યેની મારી સંવેદના. ભગવાન તેમના સ્થાને અને પાછળના તેમના સંબંધીઓ માટે આ દુખ સહન કરવાની શક્તિ આપે.

જ્યારે ભૂતપૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે સાગરના ઢાનામાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનને પાયલોટ અને સહ-પાયલોટના મોત થી ગયાના દુખદ સમાચાર પ્રાપ્ત થયા છે. ભગવાનને પ્રાર્થના કરો કે દિવંગત આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.