Not Set/ ચીન સીમા વિવાદ મામલે ઉકળે છે લોહી, સાચુ કહીશ પછી ભલે મારી કારકિર્દી ખતમ થઇ જાય : રાહુલ ગાંધી

  કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એકવાર ફરી કહ્યું છે કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સાથે તેમણે કહ્યું કે તે તેમને પરેશાન કરતુ રહે છે અને લોહી ઉકાળે છે. રાહુલ ગાંધીએ સરકાર પર જૂઠ્ઠુ બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ સત્ય કહેતા રહેશે, પછી ભલે તેમની રાજકીય કારકીર્દી બર્બાદ થઇ […]

India
5da0a440ebe1f78f6b1950646aed2f16 ચીન સીમા વિવાદ મામલે ઉકળે છે લોહી, સાચુ કહીશ પછી ભલે મારી કારકિર્દી ખતમ થઇ જાય : રાહુલ ગાંધી
5da0a440ebe1f78f6b1950646aed2f16 ચીન સીમા વિવાદ મામલે ઉકળે છે લોહી, સાચુ કહીશ પછી ભલે મારી કારકિર્દી ખતમ થઇ જાય : રાહુલ ગાંધી 

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ એકવાર ફરી કહ્યું છે કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ સાથે તેમણે કહ્યું કે તે તેમને પરેશાન કરતુ રહે છે અને લોહી ઉકાળે છે. રાહુલ ગાંધીએ સરકાર પર જૂઠ્ઠુ બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ સત્ય કહેતા રહેશે, પછી ભલે તેમની રાજકીય કારકીર્દી બર્બાદ થઇ જાય.

રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ જાહેર કરતી વખતે આ વાત કરી હતી. જેમા તેમને પૂછવામાં આવ્યું છે કે તે લોકો વિશે તમારો શું વિચાર છે જે કહે છે કે વડા પ્રધાન પર ચીન અંગેનાં તમારા પ્રશ્નો ભારતને નબળા કરી રહ્યા છે? રાહુલ ગાંધી કહે છે કે તેમની પ્રથમ પ્રાથમિકતા આ દેશ અને લોકોની છે. રાહુલે કહ્યું, ‘એ બહુ સ્પષ્ટ છે કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશી ચુક્યા છે. આ વાત મને પરેશાન કરે છે. તેનાથી મારું લોહી ઉકળવા લાગે છે કે  કેવી રીતે એક અન્ય દેશ આપણા દેશમાં પ્રવેશી ગયુ? ” રાહુલ આગળ કહે છે, “એક રાજકારણી તરીકે તમે ઇચ્છો છો કે હું ચુપ રહુ અને મારા પોતાના લોકો સાથે જૂઠું બોલુ જ્યારે મને ખાતરી છે કે, મેં ઉપગ્રહની છબીઓ જોઇ છે, મેં ભૂતપૂર્વ સૈન્ય કર્મચારીઓ સાથે વાત કરી છે, જો તમે ઇચ્છો છો કે હું જૂઠું બોલુ, કે ચીનીઓ આ દેશમાં પ્રવેશ્યા નથી, હું જૂઠ્ઠુ બોલીશ નહીં, સ્પષ્ટ કરી દઉ કે હું આ કરવા જઇ રહ્યો નથી. મને ચિંતા નથી મારી કારકિર્દી ડૂબી જાય. પણ હું જૂઠ્ઠું બોલી શકતો નથી.