ધર્મ પરિવર્તન/ વસીમ રિઝવીએ અપનાવ્યો હિંદુ ધર્મ, કહ્યુ- ઈસ્લામ ધર્મ નથી પણ આતંકવાદી જૂથ છે

શિયા વક્ફ બોર્ડનાં પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ આજે ​​ઈસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો છે. મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ તેમને ડાસના મંદિરમાં હિન્દુ ધર્મમાં પરિવર્તિત કરાવ્યા.

Top Stories India
વસીમ રિઝવી

શિયા વક્ફ બોર્ડનાં પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ આજે ​​ઈસ્લામમાંથી હિંદુ ધર્મ અપનાવ્યો છે. મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ તેમને ડાસના મંદિરમાં હિંદુ ધર્મમાં પરિવર્તિત કરાવ્યા. આ દરમિયાન મહંત નરસિમ્હાનંદે પણ અનેક ધાર્મિક વિધિઓ કરી હતી. ધર્મપરિવર્તન બાદ રિઝવી હવે ત્યાગી સમુદાયમાં જોડાશે.

આ પણ વાંચો – સ્પષ્ટતા / નવા વેરિઅન્ટ (Omicron) ને લઇને WHO નું સૌથી મોટું નિવેદન

ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડનાં ભૂતપૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ આજે ​​હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. તેમણે નરસિમ્હાનંદ ગિરી મહારાજ દ્વારા સનાતન ધર્મ અપનાવ્યો અને હવે તેઓ વસીમ રિઝવીમાંથી હરબીર નારાયણ સિંહ ત્યાગી બન્યા છે. ધર્માંતરણ બાદ વસીમ રિઝવીએ કહ્યું કે, આજથી તેઓ હિંદુત્વ માટે જ કામ કરશે. તેમણે કહ્યું કે, મુસ્લિમોનો મત કોઈ રાજકીય પક્ષને જતો નથી. મુસ્લિમ મત માત્ર હિંદુત્વ વિરુદ્ધ અને હિંદુઓને હરાવવા માટે આપે છે.

ઈસ્લામ ધર્મ નથી તે  એક આતંકવાદી જૂથ છે

વસીમ રિઝવીમાંથી હરબીર નારાયણ બનવા પર તેમણે કહ્યું, “ધર્મ કોઈ વસ્તુ નથી. જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, ત્યારે હું કયો ધર્મ સ્વીકારું તે મારી પસંદગી છે. સનાતન ધર્મ એ વિશ્વનો પ્રથમ ધર્મ છે અને એમાં એટલી બધી ભલાઈ જોવા મળે છે, માનવતા જોવા મળે છે, આપણે સમજીએ છીએ કે તે બીજા કોઈ ધર્મમાં નથી અને અમે ઈસ્લામને ધર્મ માનતા જ નથી.’ ઈસ્લામ વિશે આટલું વાંચ્યા પછી, મોહમ્મદ દ્વારા બનાવવામાં આવેલા ધર્મ વાંચીને અમે સમજ્યા છીએ કે ઇસ્લામ ધર્મ નથી. આ એક આતંકવાદી જૂથ છે જે મોહમ્મદ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે 1400 વર્ષ પહેલા અરેબિયામાં બનાવવામાં આવ્યું હતું. તેથી જ્યારે અમને બરતરફ કરવામાં આવ્યા હતા, ત્યારે દરેક જુમ્મા પછી અમને અમારા માથા કાપી નાખવા માટે કહેવામાં આવે છે. એટલા માટે અમે આ ધર્મ છોડીને સનાતન ધર્મ સ્વીકારી રહ્યા છીએ.

આ પણ વાંચો – સંકટમાં ગુજરાત / રાજ્યમાં Omicron નાં દર્દીની વાંચો ટ્રાવેલ હિસ્ટ્રી, જામનગર-રાજકોટ બાદ શું અમદાવાદમાં હશે એન્ટ્રી?

વસીમ રિઝવીને તન, મન અને ધનથી સમર્થન આપવું જોઈએ

નરસિમ્હાનંદે કહ્યું કે, વસીમ રિઝવીએ તેમને કહ્યું કે તેમણે એક પુસ્તક લખ્યું છે જે રીલીઝ થવાનું હતું. તેમને વસીમ સાથે વાત કરવાનું ગમ્યું અને પછી તેમને ખબર પડી કે વસીમ કેટલો માનવતાવાદી અને હિંમતવાન છે. તેમણે કહ્યું કે હિંદુઓએ વસીમ રિઝવીને તન, મન અને ધનથી સમર્થન આપવું જોઈએ.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા વસીમ રિઝવીએ પોતાનું વસિયતનામું બહાર પાડ્યું હતું. આ વસિયતનામામાં તેમણે જાહેરાત કરી હતી કે મૃત્યુ બાદ તેમને દફનાવવાને બદલે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, યતિ નરસિમ્હાનંદ તેમની ચિતાને અગ્નિદાહ આપે. આ વિલ બાદ વસીમ રિઝવીનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેમણે પોતાની હત્યાનું ષડયંત્ર રચાઇ રહ્યુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.