દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાનાં નવા વેરિઅન્ટને લઇને દુનિયાભરની સરકાર અને નાગરિકો ચિંતિત છે. તકેદારીનાં ભાગરૂપે દુનિયાનાં મોટા ભાગનાં દેશ એ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પ્રતિબંધ અને અન્ય COVID-19 નિયમો લાગુ કરી દીધા છે, આ વચ્ચે હવે WHO નાં નિષ્ણાતોનું કહેવુ છે કે, ગભરાવવાની જરૂર નથી આ વેરિઅન્ટ ‘Super Mild’ છે.

આ પણ વાંચો – બેદરકારી / જામનગર મનપાની ગંભીર બેદરકારી, ઓમિક્રોનથી સંક્રમિત સંખ્યા વધી શકે છે, જાણો કારણ
કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ભયનું વાતાવરણ છે. તમામ દેશો દરરોજ નવા નિયંત્રણો લાદી રહ્યા છે. લગભગ તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ હવે જે કહ્યું છે તે પરિસ્થિતિથી તદ્દન અલગ છે. WHO ની આ વાત રાહત સમાન લાગી રહી છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે વૈજ્ઞાનિકો હજુ સુધી કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચ્યા નથી, પરંતુ ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક હોવાની સંભાવનાને કારણે વિશ્વનાં તમામ દેશો ભયમાં છે. જ્યારે ઓમિક્રોનની પ્રથમ ઓળખ કરનાર ડૉક્ટર સિવાય અન્ય નિષ્ણાતોએ તેને ‘સુપર માઈલ્ડ’ મ્યુટેશન સાથેનો વાયરસ ગણાવ્યો છે. ઓમિક્રોનને ઓળખનાર પ્રથમ ડૉક્ટરે એમ પણ કહ્યું કે, જે 4 દર્દીઓને આ વેરિઅન્ટનો પ્રથમ વખત કેસ મળ્યો હતો તેમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેઓ ખૂબ જ જલ્દી સાજા થઈ ગયા હતા. તેમાંથી કોઈનું મૃત્યુ થયું ન હોતું.

આ પણ વાંચો – જાણવા જેવું / શું તમે પરિણિત છો તો તમને મળી શકે છે દર મહિને 10 હજાર રૂપિયા? જાણો પૂરી વિગત
WHO એ માહિતી આપી છે કે, ઓમિક્રોનથી અત્યાર સુધી કોઈ મૃત્યુનો મામલો સામે આવ્યો નથી. આ કારણોસર, કોરોનાવાયરસ નિષ્ણાંતોને ખાતરી છે કે, નવું ઓમિક્રોન વેરિઅન્ટ ‘સુપર માઈલ્ડ’ છે. આ જ કારણ છે કે WHO ઘણા દેશોને મુસાફરી પ્રતિબંધો હટાવવા અને વ્યાપક ભય અને અફવાઓને દૂર કરવા માટે સતત અપીલ કરી રહ્યું છે. WHO અનુસાર, ડરવાને બદલે સાવચેતીપૂર્વક આશાવાદી બનો કારણ કે દક્ષિણ આફ્રિકાનાં તમામ અહેવાલો દર્શાવે છે કે નવું ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉનાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક નથી.
