Marriage/ 62 વર્ષના સાંસદે 14 વર્ષની છોકરી સાથે કર્યા લગ્ન, પિતાએ કહી આ વાત….

પાકિસ્તાન: સાંસદ મૌલાના સલાહુઉદીન અયૂબીએ 14 વર્ષની બાળકી સાથે લગ્ન કરી લીધા હતા, મામલો થોડા સમય પહેલા ચર્ચામાં હતો, પરંતુ હવે તેની પુષ્ટી થઇ શકી નથી. હવે એક એનજીઓની અપીલ પર પોલીસ તેની તપાસ કરી રહી છે. બાળકના પિતાએ પણ પુત્રીના સાંસદ સાથેના લગ્નની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં નિકાહ કાયદા મુજબ, છોકરીઓની […]

World

પાકિસ્તાન: સાંસદ મૌલાના સલાહુઉદીન અયૂબીએ 14 વર્ષની બાળકી સાથે લગ્ન કરી લીધા હતા, મામલો થોડા સમય પહેલા ચર્ચામાં હતો, પરંતુ હવે તેની પુષ્ટી થઇ શકી નથી. હવે એક એનજીઓની અપીલ પર પોલીસ તેની તપાસ કરી રહી છે. બાળકના પિતાએ પણ પુત્રીના સાંસદ સાથેના લગ્નની પુષ્ટિ કરી છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં નિકાહ કાયદા મુજબ, છોકરીઓની લગ્નની ઉંમર 16 વર્ષ નક્કી કરવામાં આવે છે, જો નાની ઉંમરે લગ્ન કરવામાં આવે તે ગુનો માનવામાં આવશે અને તેને સજા થઈ શકે છે. એક અહેવાલ મુજબ, છોકરીની સ્કૂલમાં તેનું જન્મ પ્રમાણપત્ર બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે તેની જન્મ તારીખ 28 ઓક્ટોબર 2006 છે. બાદમાં લોકોલ એનજીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હવે તેની તપાસ કરવામાં આવશે.

पाकिस्तानी सांसद ने 62 साल की उम्र में 14 साल की बच्ची से शादी की, पुलिस जांच करेगी

મૌલાના અયુબી બલુચિસ્તાનના ચિત્રલના સાંસદ છે. આ મામલે તેમણે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે મૌલાના ફઝલ-ઉર-રહેમાનની પાર્ટીના સાંસદ છે અને રહેમાન હાલમાં પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા છે.

ચિત્રલ પોલીસ સ્ટેશને પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કહ્યું નહીં કે ફક્ત ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે આ મામલે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. અહેવાલો મુજબ પોલીસ બાળકીના ઘરે પહોંચી હતી અને તેના પિતાની પૂછપરછ કરી હતી. તેણે પોલીસ સામે લગ્નને નકારી કાઢ્યા હતા.

पाकिस्तान में 62 साल के सांसद ने की 14 साल की लड़की से शादी, जांच के आदेश

જ્યારે સ્થાનિક વહીવટના અન્ય અધિકારીઓ આ વિશેની માહિતી મેળવવા માટે તેના ઘરે પહોંચ્યા હતા, ત્યારે છોકરીના પિતાએ તેમને ખાતરી આપી હતી કે પુત્રી 16 વર્ષની નહીં થાય ત્યાં સુધી તેઓ તેને સાંસદના ઘરે મોકલશે નહીં.