Not Set/ દેહરાદૂન : ગેંગ રેપ પીડિતાને સ્કુલે એડમીશન આપવાની કરી દીધી મનાઈ

દેહરાદૂન દેશમાં રેપ પીડિતા ફરીથી સામાન્ય જીવન જીવી શકે તેવા ભલે વાયદા કરવામાં આવે પણ હકીકત તો અલગ જ છે. દેહરાદૂનમાં એક ૧૬ વર્ષીય રેપ પીડિતાને સ્કુલે એડમીશન આપવાની ના પાડી દીધી છે. બે મહિના પહેલા શહેરના બહારના વિસ્તારમાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ મામલે  સ્કુલે કહ્યું હતું કે અમે રેપ પીડિતાને એડમીશન નથી […]

Top Stories India Trending
rapee દેહરાદૂન : ગેંગ રેપ પીડિતાને સ્કુલે એડમીશન આપવાની કરી દીધી મનાઈ

દેહરાદૂન

દેશમાં રેપ પીડિતા ફરીથી સામાન્ય જીવન જીવી શકે તેવા ભલે વાયદા કરવામાં આવે પણ હકીકત તો અલગ જ છે. દેહરાદૂનમાં એક ૧૬ વર્ષીય રેપ પીડિતાને સ્કુલે એડમીશન આપવાની ના પાડી દીધી છે. બે મહિના પહેલા શહેરના બહારના વિસ્તારમાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.આ મામલે  સ્કુલે કહ્યું હતું કે અમે રેપ પીડિતાને એડમીશન નથી આપતા.

ગુરુવારે પીડિતાના વકીલ અરુણા નેગી ચૌહાણે કહ્યું હતું કે આ છોકરીના પિતા દેહરાદૂનની CBSE સ્કુલમાં એડમીશન માટે ગયા હતા. તેઓ પોતાની દીકરીનું એડમીશન ધોરણ ૧૦માં કરાવવા માંગતા હતા. પરંતુ સ્કુલે તેને એડમીશન આપવાની ના પાડી દીધી હતી. વકીલના કહેવા પ્રમાણે પીડિતા સાથે રેપ થયો હોવાને લીધે સ્કુલે તેને એડમીશન આપવાની ના પડી દીધી હતી.

તમને જણાવી દઈએ કે બોર્ડીંગ સ્કુલમાં ૪ છોકરાઓએ ભેગા થઈને પીડિતા પર ગેંગ રેપ કર્યો હતો. આ ઘટનાનો ખુલાસો રેપ થયાના બે દિવસ પછી થયો હતો.

ત્યારબાદ પોલીસે ચારમાંથી ત્રણ છોકરાઓની ધરપકડ કરી હતી અને તેમને હરદ્વારની જુવીનાઈલ હોમમાં મોકલી દીધા હતા.

પીડિતાના વકીલના કહેવા પ્રમાણે તેનું એડમીશન બીજા શહેરનું સ્કુલમાં કરવામાં આવ્યું હતું પરંતુ ૨૪ સપ્ટેમ્બરના રોજ  CBSEએ સ્કુલની એપ્લીકેશન રદ્દ કરી દીધી હતી.