અમેરિકા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરથી ચિંતિત રોકાણકારોએ ગુરુવારે અમેરિકન રોકાણકારોએ ખુબ વેચવાલી કરી હોવાની ખબરના કારણે આજે એશિયન બજારોમાં અસર જોવા મળી રહી છે. શરૂઆતમાં ભારતીય સેન્સેક્સમાં 400 પોઇન્ટ અને નિફ્ટીમાં 100 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે, એક્સપર્ટ કડાકા સમયે રોકાણકારોને ખરીદી કરવાની સલાહ આપતા હોય છે. એક એક્સપર્ટનું કહેવું છે કે, લાંબા ગાળે બજારમાં 12થી 16 ટકા રીટર્ન મળવાની આશા છે. એમણે જણાવ્યું કે, બજારમાં લાંબા ગાળે તેજી જોવા મળશે. બજારમાં ઓછા સમયગાળા માટે કોઈ સ્કોપ નથી. ભવિષ્યમાં નિફ્ટી ઈપીએસમાં ગ્રોથ જોવા મળશે.
ટ્રેડ વોરની ચિંતાની અસર દુનિયાભરના બજાર પર જોવા મળી રહી છે. સાથે જ રોકાણકારો સોનામાં વધારે રોકાણ કરી રહ્યા છે.