Not Set/ પકોડાવાળા બાદ હવે ચાટવાળા જોડેથી નીકળી કરોડોની અઘોષિત સંપત્તિ, આઈટીએ પાડી રેડ

પટિયાલા પંજાબમાં થોડા સમય પહેલા લુધિયાણામાં એક પકોડાવાળાને ત્યાં આઈટી વાળાએ રેડ પાડતા ૬૦ લાખ રૂપિયાની અઘોષિત સંપત્તિ મળી આવી હતી. તેવો જ કિસ્સો પટિયાલામાં પણ સામે આવ્યો છે. પટિયાલામાં એક ચાટવાળાને ત્યાં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે રેડપાડી છે તમને જાણીને નવાઈ લાગશે કે ચાટવાળા પાસેથી ૧.૨ કરોડની અઘોષિત સંપત્તિ મળી આવી છે. આ ચાટવાળો પટિયાલાનો […]

Top Stories India Trending
dahi papdi chaat પકોડાવાળા બાદ હવે ચાટવાળા જોડેથી નીકળી કરોડોની અઘોષિત સંપત્તિ, આઈટીએ પાડી રેડ

પટિયાલા

પંજાબમાં થોડા સમય પહેલા લુધિયાણામાં એક પકોડાવાળાને ત્યાં આઈટી વાળાએ રેડ પાડતા ૬૦ લાખ રૂપિયાની અઘોષિત સંપત્તિ મળી આવી હતી. તેવો જ કિસ્સો પટિયાલામાં પણ સામે આવ્યો છે. પટિયાલામાં એક ચાટવાળાને ત્યાં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટે રેડપાડી છે તમને જાણીને નવાઈ લાગશે કે ચાટવાળા પાસેથી ૧.૨ કરોડની અઘોષિત સંપત્તિ મળી આવી છે. આ ચાટવાળો પટિયાલાનો ફેમસ ચાટવાળો છે.

બુધવારે ઇન્કમ ટેક્સના અધિકારીઓએ પટિયાલાના ફેમસ ચાટવાળાબે ત્યાં રેડ પાડી હતી. ૨ વર્ષથી તેણે ઇન્કમ ટેક્સ ભર્યો નહોતો આથી અધિકારીઓને તેના પર આશંકા હતી.

જેને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જયારે આઈટીએ રેડ પડી ત્યારે તેની જોડેથી કરોડોની અઘોષિત સંપત્તિ સામે આવી હતી.

અધોષિત સંપત્તિ છુપાવવા બદલ ચાટવાળાને ૫૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાટની દુકાનના માલિકે રીયલ એસ્ટેટમાં ઘણા પૈસા રોક્યા હતા.

ઇન્કમ ટેક્સના સુત્રોના જણાવ્યા પ્રમાણે પટિયાલામાં ઘણી બધી ખાણી-પીણીની એવી દુકાનો છે જે સારી કમાણી કરે છે. પરંતુ આ દુકાનોના માલિક કમાણી પ્રમાણે ઇન્કમ ટેક્સ નથી ભરતા જેને લઈને અમુક દુકાનો ઇન્કમ ટેક્સના ધ્યાનમાં આવી ગઈ છે અને તેમની વિરુદ્ધ યોગ્ય એક્શન લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા લુધિયાણામાં  ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે રેડ પાડતા, પન્નાસિંહ જે પકોડા વેચવાનો ધંધો કરે છે તેમને ત્યાંથી રેડ પાડતા  ૬૦ લાખ રૂપિયા મળ્યા હતા. એક દિવસ પહેલા આઈટી ડીપાર્ટમેન્ટે સર્વે કર્યો હતો. આઈટી વિભાગને જાણકારી મળી હતી કે પકોડાની દુકાનના માલિક ટેક્સથી મુક્તિ લેવા માટે ઓછી ઇન્કમ બતાવતા હતા.

આ સૂચનાને આધારે તેમણે તપાસ કરી હતી સાથે જ તે લોકોએ દિવસભર થનારી કમાણી પર ધ્યાન રાખ્યું હતું.

આં સમગ્ર મામલે ઇન્કમટેક્ષ વિભાગે કોઈ પણ માહિતી આપવાની ના પડી દીધી હતી પરંતુ એક ન્યુઝ એજન્સીના ઈન્ટરવ્યુંમાં પકોડાની દુકાનના માલિક દેવ રાજે પોતાની સંપત્તિ વિશે કહ્યું હતું. તેણે કહ્યું કે ઇન્કમ ટેક્ષની સામે તેને ૬૦ લાખની અઘોષિત સંપત્તિ જણાવી હતી