loksabha election/ લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશને તમામ રાજ્યને આપ્યો આ આદેશ, ગુજરાતના આ વિભાગમાં થશે મોટા ફેરફાર

ચૂંટણી પંચ પણ આ મામલે સક્રીય ભૂમિકા ભજવીને દેશના તમામ રાજ્યની સરકારને આદેશ આપ્યો છે

Top Stories India
1 28 લોકસભાની ચૂંટણીને લઇને ચૂંટણી કમિશને તમામ રાજ્યને આપ્યો આ આદેશ, ગુજરાતના આ વિભાગમાં થશે મોટા ફેરફાર
  • ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યુમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો
  • લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આપ્યો આદેશ
  • 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની થશે બદલી
  • રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ
  • ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓ માં મોટા પાયે બદલી આવશે
  • રેવન્યુમાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોમાં પણ આવશે બદલી નો ઘાણવો
  • ઇલેક્શન કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ તંત્રએ શરૂ કરી કવાયત

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે,ત્યારે તમામ પાર્ટી ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે. ચૂંટણી પંચ પણ આ મામલે સક્રીય ભૂમિકા ભજવીને દેશના તમામ રાજ્યની સરકારને આદેશ આપ્યો છે.30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામની બદલી કરવાની તાકીદ કરવામાં આવી છે. રેવન્યુ વિભાગ સહિત પોલીસ તંત્રમાં બદલી માટે યાદી તૈયાર કરીને 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી કમિશનને રિર્પોટ મોકલવા સૂચન કરાયું છે.આ નિર્દેશ દેશના તમામ રાજ્યો માટે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ,પીઆઇ, અને ડીવાયએસપીઓમાં મોટા પાયે બદલી કરવામાં આવશે આ ઉપરાંત રેવન્યુ વિભાગમાં મામલતદાર સહિત ડેપ્યુટી કલેકટરોની પણ બદલી કરવામાં આવશે.ચૂંટણી કમિશનના આદેશના પગલે રેવન્યુ અને પોલીસ વિભાગે કાર્યસૂચિ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.