saudi arabia/ સ્મૃતિ ઈરાનીની સાઉદી મુલાકાતથી ભડક્યું પાકિસ્તાની મીડિયા

સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં સાઉદી અરબના મદીના અને હજની મુલાકાત લીધી હતી. તેમણે ઈસ્લામના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત કરી હતી.

Top Stories World
WhatsApp Image 2024 01 10 at 5.52.54 PM સ્મૃતિ ઈરાનીની સાઉદી મુલાકાતથી ભડક્યું પાકિસ્તાની મીડિયા

New Delhi : ભારતીય મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં સાઉદી અરબના મદીના અને હજની મુલાકાત લીધી હતી. તેમજ તેમના પ્રતિનિધિમંડળ સાથે સાઉદી અરબની વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમને એક પોસ્ટ શેર કરતા વિવાદ છેડાયો છે.

પાકિસ્તાની મીડિયાની એક વેબસાઈટ અનુસાર સ્મૃતિ ઈરાનીના પરિધાન યોગ્ય ન હતા. તેને લઈ સવાલો ઉઠી રહ્યા છે. માહિતી મુજબ, કુબા મસ્જિદમાં કોઈ પણ ગેર-મુસ્લિમને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકાયો છે. પરંતુ 2021માં નિયમોમાં થોડો ફેરફાર કરાયો હતો. એટલે કે હવે ગેર-મુસ્લિમને પણ પ્રવેશ આપવા આવશે. એજન્સીએ ભારતીય ડેલિગેટ્સની જગ્યાએ હિંદુ ડેલિગેશન લખ્યું હતું.

વેબસાઈટ મુજબ, સ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં પ્રથમ વખત કોઈ હિંદુ મદીના ગયા છે. તેમજ તેમણે ઈસ્લામના ઐતિહાસિક સ્થાનોની મુલાકાત કરી હોય. ડેલિગેશનમાં બે મહિલાઓએ સાડી અને ડ્રેસ પહેર્યો હતો. પરંતુ બન્નેએ માથે ઓઢ્યું ન હતું. ઉપરાંત, સ્મૃતિ ઈરાનીએ કપાળ પર ચાંલ્લો કર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ઓફિશિયલ વિઝિટના ફોટા શેર કર્યા હતા. આ જોઈ પાકિસ્તાની મીડિયા ભડકી ઉઠ્યું હતું.

મંત્રી વી. મુરલીધરણે ધોતી અને કેસરીયા રંગનો કુર્તો પહેર્યો હતો. આ જોઈ પાક. મીડિયાએ પોતાની ઓછી હરકત દેખાડી હતી.

કાશ્મીર મુદ્દે સાઉદી અરબનું સમર્થન ન મળવા મુદ્દે પાકિસ્તાને કહ્યું હતું કે, અમારા મુસ્લિમ ભાઈઓ વેપાર કરવાના લીધે ચૂપ છે. સાઉદી અરબે 1 લાખ 75 હજાર ભારતીય યાત્રિઓ હજ કરવા જઈ શકે તે માટે અલગથી વ્યવસ્થા કરી છે.


આ પણ વાંચો:Stock Market/ શેરબજારમાં ફલેટ શરૂઆત બાદ ખરીદીના કારણે જોરદાર વૃદ્ધિ થતા તેજી સાથે બંધ થયું

આ પણ વાંચો:Oh WOW!/ જેનરિક દવાઓની માંગ વધી, 40 ટકા દર્દીઓએ બ્રાન્ડેડ દવાઓ છોડી દીધી

આ પણ વાંચો:જુનાગઢ/ વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ