Development/ ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નવી કલેકટર કચેરીના બાંધકામ માટે 17,500 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ કચેરી ચાર માળની રહેશે. જેમાં 22 કચેરીઓનો સમાવેશ કરવામાં આવે છે. નવી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી સુવિધાનો ઉપયોગ કરાયો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે બેરીયર ફ્રી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 21T161915.615 ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

Bhavnagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ભાવનગરની મુલાકાતે આવ્યા છે. તેમણે ભાવનગર શહેર અને જીલ્લામાં 575.99 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રિંગરોડ ફેઈઝ 3,4, 5, તેમજ એરપોર્ટ નેશનલ હાઈવે સુધીના 256 કરોડના ખર્ચે બનનાર 20 કિમી લાંબા રીંગરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના 330 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

WhatsApp Image 2024 01 21 at 4.21.51 PM ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નવી કલેકટર કચેરીના બાંધકામ માટે 17,500 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ કચેરી ચાર માળની રહેશે. જેમાં 22 કચેરીઓનો સમાવેશ કરવામાં આવે છે. નવી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી સુવિધાનો ઉપયોગ કરાયો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે બેરીયર ફ્રી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ભાવનગર મનપા દ્વારા બોરતળાવ ખાતે તૈયાર ફ્લોટિંગ ફાઉન્ટેનનું લોકર્પણ કરવામાં આવ્યું હતું.  શહેરની સુંદરતામાં વધારો કરવા વસાહત તળાવનું સ્ટ્રન્થનીંગ અને બ્યુટિફિકેશનનું લોકાર્પણ કરાયું હતું.

WhatsApp Image 2024 01 21 at 4.22.16 PM ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

ભાવનગર જીલ્લાના ગારીયાધાર, મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં રૂ. 2.85 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ઓરડાનું લોકાર્પણ કરાયું હતું.  આ પ્રસંગે મેયર ભરત બારડ, જીલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

આ પણ વાંચો:Ram Temple Celebration/આવતીકાલે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર

આ પણ વાંચો:Harni Boat Accident/વડોદરામાં દુર્ઘટના સર્જાયા બાદ હવે શાળાઓએ પ્રવાસના આયોજન રદ કર્યા