Not Set/ દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારના કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર

દાંતીવાડા. બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારના કર્મચારીઓ પોતાની માંગોને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠી ગયા છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારનાં કર્મચારીઓ પાછલાં 30 વર્ષોથી ત્યાં પોતાની ફરજ બજાવે છે. જયારે તેમનું રોજનું મહેનતાણું અઢી રૂપિયા અને નવ રૂપિયા હતું ત્યારથી અત્યાર સુધી તેઓ સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં નોકરી કરી […]

Top Stories Gujarat
adsahflakjf દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારના કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર

દાંતીવાડા.

બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારના કર્મચારીઓ પોતાની માંગોને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠી ગયા છે. સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં વર્ગ ચારનાં કર્મચારીઓ પાછલાં 30 વર્ષોથી ત્યાં પોતાની ફરજ બજાવે છે. જયારે તેમનું રોજનું મહેનતાણું અઢી રૂપિયા અને નવ રૂપિયા હતું ત્યારથી અત્યાર સુધી તેઓ સરદાર પટેલ કૃષિ યુનિવર્સીટીમાં નોકરી કરી રહ્યા છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે અત્યાર સુધી તેમને કાયમી ધોરણે રાખવામાં નથી આવ્યા. આ કર્મચારીઓએ આ બાબતને લઈને ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજુઆતો કરી છે પરંતુ હજુ સુધી તેમને કાયમી કરવામાં આવ્યા નથી.

આ રજુઆતોને ધ્યાનમાં લઈને સરકારે 2005 માં કર્મચારીઓને કાચા ઓર્ડર પર કાયમી કર્યા હતા. પરંતુ ત્યાર બાદ કર્મચારીઓને કાયમી ધોરણનો પગાર નાં મળતા તેઓએ ફરી રજૂઆત કરી હતી. 13 વર્ષ કાચા ઓર્ડર આપ્યા બાદ પણ હાલની તારીખે તેમને કાયમી પગાર ધોરણ નથી મળતું. આથી કંટાળીને કાર્મચારીઓ છેલ્લા એક અઠવાડિયાથી ધરણા પર બેસી ગયા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ પ્રતિક ઉપવાસ પર રહેશે તેવી ચીમકી આપી છે.